નવી દિલ્હીઃ ઇરફાન પઠાણે 2007માં વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન ટ્રોફીમાં જીતનાર ટીમમાં તેમનો સમાવેશ હતો અને ધોનીની કેપ્ટનશીપમાં મેચ રમ્યા હતા. 35 વર્ષના ખેલાડીએ કહ્યું કે, જેમ સમય વિતતો જાય છે તેમ ધોનીની કેપ્ટનશીપમાં ફેરફાર થઇ રહ્યો છે.
પઠાણને એક શો દરમ્યાન પૂછવામાં આવ્યું કે, ધોનીના કેપ્ટનશીપમાં કેવા ફેરફાર જોવા મળ્યા હતા, ત્યારે તેને જણાવ્યું કે, 2007માં પહેલીવાર હતું અને જ્યારે તમને ટીમની કેપ્ટનશીપ મળે ત્યારે તમે ઉત્સાહિત હોય અને પોતાના પર મોટી જવાબદારી આવે છે. તમે સમજી શકો છો.
તેમને કહ્યું કે, ટીમ બેઠક હંમેશા થોડા સમય માટે હોય છે, 2007માં પણ અને 2013માં પણ ચેમ્પિયનશીપના દરમ્યાન પણ ફક્ત 5 મિનીટની બેઠક હતી.
આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં સન્યાસની ધોષણા કરનાર આ ફાસ્ટ બોલરે ધોનીમાં એક બદલાવમાં પૂછ્યું તો તેમણે કહ્યું કે, 2007માં તે ઉત્સાહિક થઇને વિકેટકીપિંગથી બોલર સુધી દોડતા હતા અને સાથે બોર્લરો પર પણ નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરતા હતા અને 2013માં તેઓ બોલર પર નિયંત્રણ કરવાનું ઓછુ કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, 2007 અને 2013 દરમિયાન તેમને પોતાના ઘીમ બોલર્સ અને સ્પિનરો પર ભરોસો કરવાનો અનુભવ મળેલો છે અને જ્યા સુધી ચેમ્પિયન્સ ટ્રોફી આવી, બહોત સ્પષ્ટ થયું કે મહત્વના મોકા પર મેચ જીતવા માટે સ્પિનરોને લગાવવા પડશે.