સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમના તેજ બૉલર મોહમ્મદ સિરાજે ખુલાસો કર્યો છે કે, સિડની ટેસ્ટ શરૂ થવા પહેલા તે રાષ્ટ્રગાન દરમિયાન ભાવુક થયા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
રાષ્ટ્રગીત દરમિયાન સિરાજ ભાવુક થયા
ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેના પિતાનું નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત ફરી ન શક્યા હતા. તેમના પિતાનું નિધન 20 નવેમ્બરે થયું હતું અને બીસીસીઆઇએ તેમને અનુમતિ આપી હતી કે, જો તે જવા ઇચ્છે તો જઇ શકે છે, પરંતુ તે ગયા ન હતા.
-
Mohammed Siraj on why he got so emotional while the National Anthem was being played at the SCG.#TeamIndia #AUSvIND pic.twitter.com/zo0Wc8h14A
— BCCI (@BCCI) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mohammed Siraj on why he got so emotional while the National Anthem was being played at the SCG.#TeamIndia #AUSvIND pic.twitter.com/zo0Wc8h14A
— BCCI (@BCCI) January 7, 2021Mohammed Siraj on why he got so emotional while the National Anthem was being played at the SCG.#TeamIndia #AUSvIND pic.twitter.com/zo0Wc8h14A
— BCCI (@BCCI) January 7, 2021
ટેસ્ટ સીરીઝનો ત્રીજો મૅચ શરૂ થવા પહેલા જ રાષ્ટ્રગાન દરમિયાન સિરાજ ભાવુક થયા હતા હવે તેમણે જણાવ્યું કે, તે પળમાં શા માટે તે ભાવુક થયા હતા.
ભાવુક થવાનું આ છે કારણ...
મોહમ્મદ સિરાજે સિડની ટેસ્ટના પહેલા દિવસે રમત ખતમ થયા બાદ કહ્યું કે, 'નેશનલ એન્થમ દરમિયાન મને મારા પિતાની યાદ આવે છે. હું ભાવુક થઇ ગયો હતો, કારણ કે, મારા પિતાજી ઇચ્છતા હતા કે, ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમું. જો આજે તે હોત તો જોઇ શકત કે, હું દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.'