મેલબર્ન: ભારતીય ટીમની સિનિયર ખેલાડી સ્મૃતિ મંધાનાએ ICC મહિલા T-20 વિશ્વકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે 85 રને હાર મળ્યા બાદ કહ્યું કે, ટીમને એકલી છોડી દેવાની જરૂર છે.
ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, આ સમય આત્મમંથનનો છે. હાર તમને જીતની સરખામણીમાં ઘણું બધું શીખવાડે છે. ટીમને એકલી છોડી દેવી જોઈએ અને ટીમને વિચારવાની જરૂર છે કે, અમે આગામી વર્ષોમાં કેવી રીતે સારુ પ્રદર્શન કરી શકીએ. સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, હાર બાદ શેફાલી વર્મા રડી રહી હતી. ભલે ફાઈનલ ઘણી ખરાબ રહી હોય. શેફાલી ફાઇનલમાં 2 રને આઉટ થઇ હતી અને એલિસા હિલીનો આસાન કેચ પણ છોડ્યો હતો. મને શેફાલીના પ્રદર્શન પર ગર્વ છે.
ઓપનર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, અમે મેડલ મેળવી રહ્યાં હતા. શેફાલી મારી બાજુમાં ઉભી હતી તે રડી રહી હતી. મે શેફાલીને કહ્યું કે, તેને પોતાના પ્રદર્શન પર ગર્વ કરવો જોઇએ. જ્યારે 16 વર્ષની ઉંમરે હું પોતાનો પ્રથમ વિશ્વકપ રમી અને તેની સરખામણીમાં 20 ટકા પણ બોલને હિટ નહોતી કરી શકતી.
સ્મૃતિએ કહ્યું કે, શેફાલી પોતાની આઉટ થવાની રીતથી ઘણી નિરાશ હતી. શેફાલી અત્યારથી જ વિચારી રહી છે કે, કેવી રીતે સારુ પ્રદર્શન કરી શકાય. શેફાલીને એકલી છોડી દેવી જોઇએ. મંધાનાનું માનવું છે કે, નાના ફોર્મેટમાં ટીમ ઘણી બદલાઇ ગઇ છે અને તેનો શ્રેય મુખ્ય કોચ ડબ્લ્યૂ. વી રમનને જાય છે. તેમણે કહ્યું કે, T-20માં અમે પોતાનું શાનદાર પ્રદર્શન નહોતા કરતા, પરંતુમાં વનડેમાં અમારુ પ્રદર્શન ઘણું સારુ છે. હવે અમે દરેક ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યાં છીએ. કોચથી ટીમને ઘણી મદદ મળી રહી છે અને ટીમમાં ઘણો સુધારો થયો છે.
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, યુવા ખેલાડીઓના આવવાથી ટીમમાં ઘણો બદલાવ આવ્યો છે અને ટૂર્નામેન્ટમાં ટીમનું સૌથી શાનદાર પ્રદર્શન રહ્યું છે. કોચ રમન સરે એક બે ખેલાડી નહીં પરંતુ સમગ્ર ટીમનું પ્રદર્શન સુધાર્યું છે.