સિડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન જસ્ટિન લેન્ગરને મેં-2018માં ઓસ્ટ્રેલિયાના કોચ બનાવવામાં આવ્યાં હતાં. તે જ સમયે કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઉપ-કપ્તાન ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગના આરોપસર ક્રિકેટ પર પ્રતિબંધ લાધ્યો હતો.
આમ, સ્ટાર બેટ્સમેન વિના ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ટકી ન શકી. લેન્ગરે એક પ્રેસમાં કહ્યું કે, "ઘર આંગણે શ્રેણી મારા માટે જોખમની ઘંટી હતી અને શ્રેણીમાં હાર એ મારા જીવનનો મુશ્કેલ સમય હતો."
લેન્ગરે કહ્યું કે, "મને કોઈ શંકા નથી કે જ્યારે હું દસ વર્ષ પછી મારી કોચિંગ કારકિર્દીની સમીક્ષા કરીશ ત્યારે તે શ્રેણી નિર્ણાયક સાબિત થશે." 2001ની એશિઝ સિરીઝમાં જ્યારે જ્યારે મને ટીમ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે મે મારી કારકિર્દીના બીજા મુશ્કેલ તબક્કાનો ઉલ્લેખ કર્યો છે.
બેટિંગ ક્રમમાં ત્રીજા નંબરે રમનારા લેન્ગરને બાદમાં મેથ્યુ હેડન સાથે નવી શરૂઆત કરવા માટે પસંદગી થઈ હતી, જે તેના માટે એક નવો વળાંક હતો. જેથી લેન્ગરની કારકિર્દીને નવી દિશા મળી હતી. લેન્ગરે ઓપનર તરીકે 23 ટેસ્ટ સતકમાંથી 16 સદી ઓપનર તરીકે ફટકારી હતી.
લેન્ગરે કહ્યું કે, "જ્યારે હું 2001માં 31 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર આવ્યો ત્યારે મને લાગ્યું કે આ મારો અંત જ છે, આપત્તિમાં તમે કયા પાઠ શીખી શકો તે આશ્ચર્યજનક હોય છે. એટલે જ મુશ્કેલ પરિસ્થિતિઓ જીવનનાં પાઠ શીખવાની તકો છે. જેથી એને છોડવી ન જોઈએ.