નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરએ કહ્યું કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાલના ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટીમ બનાવવાનો શ્રેય મળવો જોઇએ.
ગાવસ્કરએ કહ્યું કે, ભારતીય ટીમમાં ખેલાડિયોની આત્મવિશ્વાસ વધારવાની સારી સિસ્ટમ છે, ખાસ કરીને ઘરેલુ મેચોમાં. ભારતમાં રમાનાર ઘરેલૂ મેચમાં બન્ને ટીમ એક પ્લેનમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જ્યારે બિઝનેસ ક્લાસમાં મર્યાદિત જગ્યાઓ હોય છે, જે ટીમના કેપ્ટન, કોચ અને મેનેજરને મળે છે. ત્યારે સારો દેખાવ કરનારને ખેલાડીને અવોર્ડના રૂપે આ સીટો પર બેસવાનો મોકો મળે છે.
તેમને વધુમાં કહ્યું કે, ધોની લગભગ ક્યારેક જ બિજનેસ ક્લાસમાં બેઠા હોય છે, ત્યારે તેઓ કેપ્ટન હતા. જ્યારે ધોની ટીવી કવરેજની ટીમ સાથે બેસવાનું પસંદ કરે છે.
પૂર્વ કેપ્ટનએ ઉમેર્યું કે, વિરાટ કોહલી પણ ઇકોનોમી ક્લાસમાં બેસે છે, તેમને પોતાની સીટ બોલરોને આપી હતી. કારણ કે બોલરોએ છેલ્લી મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું.