આ સાથે જ પાકિસ્તાનના ઇંજમામ ઉલ હક અને મોહમ્મદ યુસુફ, ભારતના સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર, શ્રીલંકાના મહેલા જયવર્ધન અને થિલાન સમરવીરાની જોડીને પણ પાછળ છોડીને આગળનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
કોહલી અને રહાણે હવે માત્ર પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હક અને યૂનિસ ખાનથી પાછળ છે. આ બંનેએ 42 મેચમાં 2763 રન બનાવ્યા છે. ઇજમામ અને યુસુફે 50 મેચમાં 2677 રન, ગાંગુલી અને સચિને 44 મેચમાં 2695 રન, જયવર્ધને અને સમારાવીરાએ 46 મેચમાં 2710 રન બનાવ્યા છે.