વેલિંગ્ટન: ભાારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલના કેરિયરનું શાનદાર ફોર્મ ચાલી રહ્યું છે. જેના પગલે રાહુલ સૌથી ઝડપી 4000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ મામલે રાહુલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.
રાહુલે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી T-20 મેચમાં કેરિયરના 4000 રન પુરા કર્યા છે. તે સાથે જ રાહુલ T-20માં સૌથી ઝડપી 4000 રન બનાવનાર બેટ્સેમન બની ગયો છે. રાહુલ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો જેને 138 મેચમાં રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે રાહુલે આ રેકોર્ડ સુધી પહોંચવા માત્ર 117 ઇનિંગ્સ જ રમી હતી.
રાહુલ T-20 ફોર્મેટમાં દુનિયામાં ઝડપી રન બનાવવામાં 4થા નંબરનો બેટ્સમેન બની ગયો છે. રાહુલે ભારત માટે બે શતક પણ ફટકાર્યા છે. IPLમાં રાહુલે 67 મેચમાં 1977 રન બનાવ્યાં છે. જેમાં શતક પણ સામેલ છે.