- બુમરાહ મર્યાદિત ઓવરની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતો
- બુમરાહને નિર્ધારિત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે
- ટીમ ઈન્ડિયાનાં 27 વર્ષનાં બોલર છે બુમરાહ
ચેન્નાઈ: 27 વર્ષના બોલર જસપ્રિત બુમરાહ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતો, તેથી તેણે નિર્ધારિત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.
આ પણ વાંચો : રોહિત-ધવન ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે
બુમરાહે ટ્વિટર પર 26 સેકન્ડની વીડિયો પોસ્ટ કરી
IPL 2020માં 15 મેચમાં 27 વિકેટ લેનાર બુમરાહે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે હોટલના રૂમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. બુમરાહે ટ્વિટર પર 26 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું છે, "વર્કઆઉટ ઇન ક્વોરન્ટાઇન."
IPL બાદ તે ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે ગયો
વીડિયોમાં તે વજન અને ડમ્બેલ્સ ઉપાડતો જોવા મળ્યો હતો. બુમરાહે ગત સીઝનમાં પાંચમી વખત મુંબઈને IPL વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. IPL બાદ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયો હતો.
આ પણ વાંચો : કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ક્રિકેટર હરમનપ્રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું
બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહીં
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે પ્રથમ ત્રણ ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી હતી. પરંતુ બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે, તેણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય વન ડે મેચ રમી હતી અને ચાર વિકેટ લીધી હતી.
ત્રીજી ટેસ્ટમાં બુમરાહને બોલિંગ કરવાની વધુ તક મળી ન હતી
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ગુલાબી બોલથી રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તેને બોલિંગ કરવાની વધુ તક મળી ન હતી. બુમરાહ આ પછી ચોથી ટેસ્ટ અને મર્યાદિત ઓવરની શ્રેણીમાં રમ્યો ન હતો.