મેલબર્ન : દિગ્ગજ સ્પિનર શેન વોર્ને જંગલમાં લાગેલી આગના પીડિતો માટે રાશી એકત્ર કરવા પ્રખ્યાત 'બૈગી ગ્રીન કેપ'નો સહારો લીધો હતો, પરંતુ તેને ઓસ્ટ્રેલિયાઇ ટેસ્ટ કેપ પ્રત્યે અંધભક્તિ સારી નથી લાગતી.
વોર્ને કહ્યું કે, તેને પોતાના દેશ તરફથી રમવુ પસંદ છે અને તે ધ્યાનમાં નથી રહેતું કે તેને બૈગી ગ્રીન પહેરી કે સામાન્ય ટોપી.
![શેન વોર્ન બૈગી ગ્રીન સાથે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7153835_warnnn.jpg)
તેઓએ મેલબર્નમાં એક રેડિયોને કહ્યું કે, 'મારું શરૂઆતથી જ માનવુ છે કે તમારે એ સાબિત કરવા બૈગી ગ્રીન કેપ પહેરવી જરૂરી નથી કે તમે ઓસ્ટ્રેલિયા તરફથી રમવુ કેટલુ પસંદ કરો છો.’
વોર્ને કહ્યુ કે, 'મને ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમવુ પસંદ છે અને તેના માટે મારે કેપ પહેરવાની જરૂર નથી. મે માત્ર ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમવાનો આનંદ લીધો છે.’
ઉલ્લેખનિય છે કે, દિગ્ગજ સ્પીનરે હાલમાં જંગલમાં લાગેલી આગમાં પીડિતો માટે પોતાની બૈગી ગ્રીનની હરાજી કરી હતી.