નવી દિલ્હી: પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ માને છે કે, પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ચોક્કસ ભારત માટે ક્રિકેટ મેચ રમવી જોઇએ. તેણે વધુમાં કહ્યું કે, મહેન્દ્ર ધોની ભારતના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક છે. તેણે વિશ્વકપમાં કિક્રેટને ઘણું આપ્યું છે. પરંતુ જો ધોનીનો ટીમમાં સમાવેશ કરવામાં આવે તો શું તે ખેલાડીઓની સાથે યોગ્ય રહેશે કે, જેઓ તેમની જગ્યાએ નિયમિતપણે ટીમ ઈન્ડિયાનો ભાગ હોય. લોકેશ રાહુલ અને રૂષભ પંત લગભગ એક વર્ષથી ભારતીય ટીમમાં નિયમિત રમી રહ્યા છે. આવી સ્થિતિમાં બોર્ડે આ સવાલનો જવાબ આપવો જોઈએ.
કોરોના વાઇરસને કારણે ચેન્નઇ સુપર કિંગ્સનો ટ્રેનિંગ કેમ્પ રદ કરવામાં આવ્યો છે. તેની સાથે ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પણ ઘરે પાછા આવી ગયા છે. ચેન્નાઇના કોચ લક્ષ્મીપતિ બાલાજીએ કહ્યું કે, ધોની ટ્રેનિંગના સમયમાં ઘણી મહેનત કરી રહ્યો હતો. તેને જોઇને એવું લાગતું નહોતું કે, તે ક્રિકેટમાં આરામ કર્યા પછી પાછો ફરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ધોનીમાં કોઇ ફેરફાર થયો નથી. તે આઇપીએલને લઇને ધણો ઉત્સુક હતો. તે એવો ખેલાડી છે, જે એક સમયે એક વસ્તુ પર ધ્યાન આપે છે.