નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે વિદેશથી આવનારા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરી દીધા છે. આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે 15 એપ્રિલ સુધી કોઈપણ વિદેશી ખેલાડી જોડાઈ શકશે નહી.
BCCI સુત્રોએ ગુરુવારે આ જાણકારી આપી છે કે આઈપીએલમાં રમનાર વિદેશી ખેલાડી બિઝનેસ વીઝામાં આવે છે. સરકારના નિર્દેશ અનુસાર 15 એપ્રિલ સુધી કોઈપણ વિદેશી ખેલાડી આવી શકશે નહી. દેશમાં કોરોના વાયરસના નવા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે પરામર્શ જારી કરી છે અને હાલના તમામ વિદેશી વિઝાને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધા છે.
ભારતમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 73 કેસ નોંધાયા છે. વિશ્વભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોના મૃત્યું થયા છે. આઈપીએલ અંગે નિર્ણય 14 માર્ચ યોજાનારી બેઠકમાં લેવામાં આવશે.
સૂત્રો અનુસાર સમગ્ર નિર્ણય મુંબઈ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. એક વિકલ્પ એ પણ છે કે, 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.