ETV Bharat / sports

સેમ કરન અમારા માટે શ્રેષ્ઠ ક્રિકેટર: મહેન્દ્ર સિંહ ધોની - એમએસ ધોની

ઓલરાઉન્ડર સેમ કરનની પ્રશંસા કરતા CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, તે ઝડપી રન બનાવી શકે છે અને તેની સાથે તે ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે જે હંમેશા ફાયદાની વાત છે.

IPL 2020
IPL 2020
author img

By

Published : Oct 14, 2020, 4:58 PM IST

દુબઇ: આઈપીએલની 13મી સિઝનની 29મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઓલરાઉન્ડર સેમ કરનની પ્રશંસા કરી છે. મંગળવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની 13મી સીઝનની 29 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવી હતી.

21 બોલમાં 31 રન બનાવવા ઉપરાંત સેમે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ઓવરમાં 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ધોનીએ મેચ બાદ કહ્યું કે, "તે સંપૂર્ણ ક્રિકેટર છે. તમારે ઝડપી બોલર ઓલરાઉન્ડરની જરૂર છે. તે બોલને સારી રીતે ફટકારે છે, તે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે, સ્પિનરોને પણ સારી રીતે રમી શકે છે. "

તેમણે કહ્યું કે, "તેઓ તમને 15થી 40 રન ઝડપી આપી શકે છે. આ ઉપરાંત તે ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે. તેથી હંમેશાં ફાયદાની બાબત હોય છે.”

આઠ મેચોમાં ચેન્નઈની આ ત્રીજી જીત છે અને તે છ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમા છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. ટોસ જીત્યા પછી ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરી હતી અને છ વિકેટે 167 રન બનાવ્યા હતા અને ત્યારબાદ હૈદરાબાદને આઠ વિકેટ માટે 147 રન બનાવીને જ અટકાવી હતી.

ધોનીએ કહ્યું કે, "મને લાગે છે કે આખરે તમને બે પોઇન્ટ મળ્યા તે મહત્વનું છે. ટી -20 માં કેટલીક મેચ તમારા પક્ષમાં હોય છે અને કેટલીક ના પણ હોય અને કેટલીકવાર તમે તે જ સમયે જીતી શકતા નથી. પણ આજે અમે સારું પ્રદર્શન કર્યું છે. તે સારી મેચ હતી.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.