દુબઈઃ IPLની 13મી સીઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મેચ ટાઈ થતાં સુપરઓવર આવી હતી. જેમાં બેંગલોરે મુંબઈને હરાવ્યું હતું. જો કે, IPLના ઇતિહાસમાં પહેલીવાર 200થી વધુ રન બનાવ્યા છતાં મેચમાં ટાઈ થઈ હતી. આ મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું હતું. જેથી સુપરઓવર આવી હતી.
આમ, IPL2020માં બીજી મેચમાં ટાઈ પડતા સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું હતું. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું રિઝલ્ટ પણ સુપર ઓવરથી આવ્યું હતું. જેમાં દિલ્હીએ જીતી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ
- મુંબઈએ બેંગલોરને 8 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે સફળતાપૂર્વક ચેઝ કરી લીધો હતો.
- મુંબઈએ ટાર્ગેટનો પીછો કરતા છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા હતાં. જે એક નવો રેકોર્ડ બન્યો છે.
- મુંબઈને અંતિમ 4 ઓવરમાં 80 રનની જરૂર હતી. જેને ઈશાન કિશન અને પોલાર્ડની જોડીએ 79 રન ફટકારીનેને મેચ ટાઈ કરાવી હતી.
- અંતિમ બોલમાં 5 રનની જરૂર હતી અને પોલાર્ડે ફોર મારી હતી.
- ડી કોક યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર નેગીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 14 રન કર્યા હતા.
- રોહિત શર્મા 8 રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સબ્સ્ટિટયૂટ પવન નેગીના હાથે કેચ આઉટ થયો હતો.
- સૂર્યકુમાર યાદવ શૂન્ય રને ઇસુરુ ઉદાનાની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોહલીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન કર્યા હતાં.
- એબી ડિવિલિયર્સે 24 બોલમાં 55 રન કર્યા,
- જ્યારે દેવદત્ત પડિક્કલે 54 અને આરોન ફિન્ચે 52 રનનું યોગદાન આપ્યું હતું.
- શિવમ દુબેએ પણ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 10 બોલમાં 37 રન કર્યા હતાં.
- દુબે અને ડિવિલિયર્સે 17 બોલમાં 47* રનની ભાગીદારી કરી.
- RCBએ અંતિમ 7 ઓવરમાં 105 રન માર્યા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે 2 અને રાહુલ ચહરે 1 વિકેટ લીધી.
- ડિવિલિયર્સે મુંબઈ સામે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી છે. આ પહેલા તેણે ગઈ સીઝનમાં મુંબઈ સામે 75 અને અણનમ 70 રન કર્યા હતા.
- ઓપનર દેવદત્ત પડિક્કલે એન્કર ઇનિંગ્સ રમતા ત્રીજી મેચમાં બીજી ફિફટી મારી. તેણે 40 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 54 રન કર્યા હતા.
- અંતિમ ઓવરોમાં રનરેટ વધારવાના પ્રયાસમાં તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો.
- વિરાટે ફરી એકવાર નિરાશ કર્યા ફિન્ચના આઉટ થયા પછી બેંગલોરની બેટિંગ લાઈનઅપે મોમેન્ટમ ગુમાવી દીધી.
- કપ્તાન વિરાટ કોહલીએ સતત ત્રીજી મેચમાં નિરાશ કર્યા. તે દરેક રન માટે ક્રિઝ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 11 બોલમાં માત્ર 3 રન કર્યા હતા. તે રાહુલ ચહરની કવર્સ પર રોહિતના હાથે કેચ આઉટ થયો હતો.
- આરોન ફિન્ચે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પોતાના IPL કરિયરની 14મી અને બેંગલોર માટે પહેલી ફિફટી ફટકારતા 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા.
- ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં લોન્ગ-ઓફ પર કાયરન પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ફિન્ચ 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિતે શોર્ટ-મીડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.
રોયલ ચેલેન્જર બેંગલુરૂઃ વિરાટ કોહલી, એરોન ફિંચ , દેવદત્ત પડ્ડીકલ, એબી ડી વિલિયર્સ,જોશુઆ ફિલીપ,વોશિંગ્ટન સુંદર,શિવમ દુબે, નવદીપ સૈની,ઉમેશ યાદવ, ડેલ સ્ટેન ,યુઝવેન્દ્ર ચહલ,મોઇન અલી,પવન દેશપાંડે,ગુરકિરતસિંહ માન,મોહમ્મદ સિરાજ, ક્રિસ મોરિસ, પવન નેગી,પાર્થિવ પટેલ, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉડાના, એડમ જામ્પા કેન રિચર્ડસન,
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, અનુકૂ રૉય,ક્રિસ લિન,ધવલ કુલકર્ણી,દિગ્વિજય દેશમુખ,હાર્દિક પંડ્યા,ઇશાન કિશન, જેમ્સ પૈટિનસન,જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કેરોન પોલાર્ડ,કૃણાલ પંડ્યા,મિશેલ મેક્લેન્ઘન, મોહસીન ખાન,નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બળવંત રાય ,ક્વિન્ટન ડીકોક,રાહુલ ચહર,સૌરભ તિવારી, શેરફન રુધરફોર્ડ, સૂર્ય કુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ