અબુ ધાબી: કોરોના કાળમાં માનસિક રિતે થાકી ગયેલા અને ક્રિકેટમાં રસ ધરાવનારા માટે આજથી ભરપુર મનોરંજન શરૂ થાય છે. આજથી IPL નો પ્રારંભ થઈ રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ પર રમાનાર મેચથી આ વર્ષની ટુર્નામેન્ટનો પ્રારંભ થશે.
બંને ટીમોનો ફેન બેઝ ખૂબ જ મજબૂત છે અને જ્યારે આ બંને ટીમો મેદાન પર ઉતરી જાય છે, ત્યારે તેમના ચાહકો સ્ટેડિયમની બેઠકો પર ઉભા રહે છે. પરંતુ આ વખતે કોવિડ -19 ને કારણે સ્ટેડિયમમાં ચાહકો નહીં આવે અને ખાલી સ્ટેડિયમમાં જ મેચ રમાશે. ચોક્કસપણે ચાહકોના અભાવની ટીમોને કમી લાગશે.
રૈના અને હરભજન વિના ટીમ આવશે મેદાનમાં
જો બંને ટીમોની વાત કરવામાં આવે તો લીગ પહેલા ચેન્નાઈને બે મોટા ઝટકા મળી ચૂક્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહ અંગત કારણોસર આ વખતે આઈપીએલ રમી રહ્યા નથી. બંનેને સીએસકેની મહત્વપૂર્ણ કડી માનવામાં આવતી. આવી સ્થિતિમાં કપ્ટેન મહેન્દ્ર સિંહ ધોની માટે આ બંનેની કમીને પુરી કરવી મુશ્કેલ બનશે. પરંતુ ધોનીને તે કેપ્ટન માનવામાં આવે છે જે કોઈ પણ સંજોગોમાં ટીમનું સંચાલન કરે છે અને ચોક્કસપણે રૈના-ભજ્જી વિના ટીમને કેવી રીતે આગળ ધપાવી શકાય તે સારી રીતે જાણે છે.
મુંબઈની વાત કરીએ તો તેણે આ સિઝનમાં ક્રિસ લિન જેવા બેટ્સમેનને ઉમેરીને તેની બેટિંગને મજબૂત બનાવી છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકથી ઇનિંગની શરૂઆત કરશે જે વિરોધીઓ માટે જોખમી ઘંટ બની શકે છે.
ટીમો (સંભવિત):
સુપર કિંગ્સ - એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ફ્રાન્સિસ ડુ પ્લેસિસ, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, અંબાતી રાયડુ, પિયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, લુંગી નાગીદિ, મિશેલ સૈંટનર, સેમ કુરૈન, મુરલી વિજય, જોસ હેઝલવુડ, ઋતુરાજ ગાયકવાડ, એન.જગદીશન, કે.એમ. આસિફ, મોનુ કુમાર, આર.કે. સાઇ કિશોર
મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), આદિત્ય તારે (વિકેટકીપર), અનમોલપ્રીત સિંઘ, અનુકોલ રોય, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટિન્સન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા, મિશેલ મેક્લેન્ઘન, મોહસીન ખાન, નાથન કલ્ટર નાઇલ, પ્રિન્સ બલવંત રાય, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાહુલ ચહર, સૌરભ તિવારી, શેરફેન રુધરફર્ડ, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ