હૈદરાબાદ: ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ IPL-13 સીઝનમાં મેચનું લીસ્ટ જાહેર કર્યું છે. આ સીઝનની પહેલી મેચ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. ગત IPL સીઝનમાં રોહિત શર્માની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી વિજેતા બની હતી. મુંબઈ ઈન્ડિયન્સની આ ચોથી IPL ટ્રોફી હતી. જે કોઈપણ ટીમની સરખામણીમાં સૌથી વધુ છે.
આ વખતે IPLમાં કુલ 62 મેચ રમાશે. આ સીઝનની પહેલી મેચ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 29 માર્ચે રમાશે. બીજી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ સીઝનની ફાઈનલ મેચ 17 મેના રોજ રમાશે. આ સિઝનમાં 29 માર્ચ, 4 એપ્રિલ, 5 એપ્રિલ, 11 એપ્રિલ, 12 એપ્રિલ, 18 એપ્રિલ, 19 એપ્રિલ, 25 એપ્રિલ, 26 એપ્રિલ, 2 મે, 3 મે, 9 મે, 10 મેના રોજ મેચ રમાશે. આ સિઝનના દર શનિવાર અને રવિવારે બે-બે મેચ રમાશે. અન્ય બીજા દિવસોમાં ફક્ત એક જ મેચ રમાશે.
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 વખત ટ્રોફી જીતી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટનશીપમાં 3 વખત જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, IPLમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે દિવસે બે મેચ રમાશે તે દિવસે પહેલી મેચ સાંજના 4 વાગ્યાથી અને બીજી મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે. તે જ સમયે એક મેચ રાત્રે 8 વાગ્યાથી રમવામાં આવશે.