- ભારત-ઈગ્લેન્ડ વચ્ચે સીરિઝની પ્રથમ ટેસ્ટ
- ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં રમાઈ રહી છે ટેસ્ટ મેચ
- ચેન્નઈ ટેસ્ટ મેચનો છે આજે પ્રથમ દિવસ
ચેન્નઇ : પિતા બન્યા બાદ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ શુક્રવારના રોજ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સાથેની ચાર મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વિજેતા બનવાના લક્ષ્ય સાથે ઉતરશેે. કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસના 4 મેચની ટેસ્ટ સિરીઝના અંતિમ 3 ટેસ્ટમાં ભારતીય ટીમના હિસ્સો નહોંતો અને પોતાના પ્રથમ બાળકને કારણે દેશ પરત ફર્યા હતા. અજિંક્ય રહાણેએ તેમની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી હતી.
વિરાટની ગેરહાજરીમાં પણ ટીમે મેળવી સફળતા
કોહલીની ગેરહાજરી અને ઘણા વરિષ્ઠ ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ ઈન્ડિયાએ રહાણેની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કંગારુની ધરતી પર ટેસ્ટ સતત બીજી વખત સિરીઝ જીતી હતી.
વિરાટ અંગે રહાણેએ આપી પ્રતિક્રિયા
રહાણેએ કહ્યું હતું કે, "મારું કામ એ છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિરાટની મદદ કરવી. જ્યારે પણ તેને (વિરાટ) મારી મદદની જરૂર પડે ત્યારે હું તેની મદદ કરીશ'
- જો કે, મુલાકાતી ટીમે તાજેતરમાં જ શ્રીલંકાને તેમના ઘરે 2-0થી હરાવ્યું હતું અને તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે જ સમયે, ભારતે -સ્ટ્રેલિયામાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી છે.
- ઈંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોરપે અને સલાહકાર જોનાથન ટ્રોટ બંને પહેલાથી કહી ચૂક્યા છે કે, ઈંગ્લેન્ડની યોજના પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવવા અને ગેમને નિયંત્રિત કરવાની હશે.
- ભારતને હાલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની ગેરહાજરી વર્તાશે જે હાલ ઈજાગ્રસ્ત છે. ભારતના હવે જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિન પર નિર્ભર રહેવું પડશે.
- ચેપક તરીકે જાણીતા ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ મેદાન પર ઇંગ્લેન્ડ સામે યજમાન ભારતનો મહાન રેકોર્ડ બનાવ્યો છે.
- ભારતે છેલ્લી વાર ઈંગ્લેન્ડ વિરુદ્ઘ 2016 મેચ રમી હતી જ્યારે તેણે ઇનિંગ્સ અને 75 રનથી શાનદાર જીત મેળવી હતી.
- ભારતને જો હવે ફાઈનલમાં પહોંચવું હશે તો તેઓને હવે 4 ટેસ્ટ મેચની સીરીઝમાં ઈંગ્લેન્ડને ઓછામાં ઓછા 2-0થી હરાવવું પડશે. 2-1, 3-0 અને 4-0થી જીતની વઘુ નજીક હશે.
- જો ઈંગ્લેન્ડની ટીમ 3-0, 3-1, 4-0ના અંતરથી જીતે છે તો તે ફાઈનલમાં પહોંચી જશે.
ટીમ: (સંભવિત)
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, શુબમન ગિલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, રિદ્ધિમાન સાહા, ઇશાંત શર્મા, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ નદીમ.
ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબ્લી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, ઓલી પોપ