- શેફાલી વર્માની તોફાની બેટિંગથી પણ ભારતને મોટી જીત મળી
- ભારતીય ટીમે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું
- સન્માન બચાવા માટે મંગળવારે પહોંચેલી ટીમને પણ પ્રેક્ષકોએ વધાવી લીધી
લખનઉ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી ટી- 20 મેચમાં ભારતીય ટીમે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. મંગળવારે શેફાલી વર્માની તોફાની બેટિંગથી પણ ભારતને મોટી જીત મળી હતી. જોકે ટી - 20 સિરીઝને ભારતીય ટીમે બંને મેચમાં હારીને પહેલા જ ગુમાવી દીધી છે. પરંતુ સન્માન બચાવા માટે મંગળવારે પહોંચેલી ટીમને પણ પ્રેક્ષકોએ વધાવી લીધી હતી.
આ પણ વાંચો : વિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું
શેફાલી વર્માએ 7 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી
પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમે 7 વિકેટે 112 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 11મી ઓવરમાં 1 વિકેટે 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શેફાલી વર્માએ 30 બોલમાં 60 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી.
રાજેશ્વરી ગાયકવાડની સ્પિન બોલિંગમાં ફસાયું દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને જોરદાર બોલિંગ કરી. શાનદાર બોલિંગ કરતાં રાજેશ્વરી ગાયકવાડે ચાર ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, દિપ્તિ શર્મા અને સિમરન બહાદુરે એક- એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : IND vs ENG: પ્રસિદ્ધ કૃષ્ણા અને સૂર્યકુમારને મળી ભારતીય વન-ડે ટીમમાં તક