ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 242 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ અડધી સદી ફટકારી હતી. જોકે સારી શરુઆત બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને અંતિમ 6 વિકેટ માત્ર 48 રનમાં ગુમાવી હતી. ભારત 242 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહતા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલી જેમિસને 5 વિકેટ, ટીમ સાઉીધી અને ટ્રેન્ટ બોલ્ટ 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ભારત સામેની બીજી ટેસ્ટમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિવિઝે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે અને સ્પિનર એજાઝ પટેલની જગ્યાએ નીલ વેગનરને ટીમમાં સ્થાન આપ્યું છે. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ 11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ટોમ બ્લેન્ડલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, નિલ વેગનર અને કાઈલી જેમિસન