ETV Bharat / sports

ભારત vs ન્યૂઝીલેન્ડ: ચોથી T20નો નિર્ણય પણ સુપર ઓવરમાં થયો, ભારતની જીત - Victory of India

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ પણ ટાઈમાં પરિણમી હતી. જેથી મેચનો નિર્ણય સુપર ઓવરમાં નક્કી થયો. જેમાં એક બોલ બાકી રહેતાં ભારતે જીત મેળવી છે. આમ પાંચ T20 મેચની સિરીઝમાં ભારતે 4-0ની સરસાઈ મેળવી લીધી છે.

Team India
ટીમ ઈન્ડિયા
author img

By

Published : Jan 31, 2020, 5:10 PM IST

Updated : Jan 31, 2020, 5:38 PM IST

ન્યુઝ ડેસ્કઃ આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 165 રન બનાવ્યા. જેમાં મનિષ પાંડે ફિફ્ટી કરી નોટ આઉટ રહ્યો હતો. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 22 રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.

આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. જેમાં રોહિત શર્માને સ્થાને સંજૂ સૈમસનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીને પણ આરામ આપવામાં આવ્યો હતો. લોકેશ રાહુલ સાથે ઓપનિંગ કરવા આવેલો સંજૂ સૈમસન માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. સંજૂ સૈમસન બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 11 રન બનાવી આઉટ થયો હતો.

BCCI
સૌજન્ય: BCCI ટ્વીટર
  • સુપર ઓવરનો રોમાંચ

ભારત તરફથી જસપ્રીત બુમરાહે સુપર ઓવર ફેંકી હતી જેમાં 13 રન આપ્યા હતા.

  • પ્રથમ બોલ ટિમ શિફર્ટ બે રન
  • બીજો બોલ ટિમ શિફર્ટ ચાર રન
  • ત્રીજો બોલ ટિમ શિફર્ટ બે રન
  • ચોથો બોલ ટિમ શિફર્ટ આઉટ
  • પાંચમો બોલ મુનરો ચાર રન
  • છઠ્ઠો બોલ મુનરો 1 રન

ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ સુપર ઓવર ફેંકી હતી, જેમાં ભારતે પાંચ બોલમાં જ 16 રન બનાવી મેચ જીતી લીધી હતી.

  • પ્રથમ બોલ લોકેશ રાહુલ 6 રન
  • બીજો બોલ લોકેશ રાહુલ 4 રન
  • ત્રીજો બોલ લોકેશ રાહુલ આઉટ
  • ચોથો બોલ વિરાટ કોહલી 2 રન
  • પાંચમો બોલ વિરાટ કોહલી 4 રન

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની, સંજૂ સેમસન.

ન્યૂઝીલેન્ડ ટીમ: માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ બ્રુસ, ડેરિલ મિશેલ, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, સ્કોટ કુગલિન, ટિમ સાઉથી, ઈશ સોઢી, હામિશ બેનેટ.

Intro:Body:

blank

Conclusion:
Last Updated : Jan 31, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.