- ભારતે બે ફેરફાર કર્યા જ્યારે ઇંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા છે
- ત્રીજી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમવાની છે
- આ મેચ સ્ટેડિયમમાં રમાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે અને ગુલાબી બોલથી રમવાની છે.
બંને ટીમોએ કેટલાક મહત્વપૂર્ણ કર્યા ફેરફાર
આ મેચ આ સ્ટેડિયમમાં રમાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. શ્રેણીની ચોથી મેચ પણ અહીં રમાશે જે 4 માર્ચથી શરૂ થશે. પીચના મૂડને જોતા, બંને ટીમોએ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ભારતે બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. આ સિવાય કુલદીપની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઇંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા છે. જોની બેરસ્ટો, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન ટીમમાં પાછા ફર્યા છે.
બંન્નેના મેચની ટેસ્ટ શ્રેણી બરાબર પર
હાલમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી 1-1 પર છે. શ્રેણીની બંને શરૂઆતની મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પહેલી મેચમાં જ જ્યાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, બીજી મેચમાં શાનદાર ઈનીંગ્સ સાથે પાછો ફર્યા હતા અને 317 રનથી જીત્યા હતાં.
ટીમઃ
ભારત- રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (C), અજિંક્ય રહાણે, ઋષભ પંત (W), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ઇંગ્લેન્ડ- ડોમિનિક સિબ્લી, જૈક ક્રોલી, જોની બેરસ્ટો, જો રૂટ (C), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (W), જોફ્રા આર્ચર, જૈક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.