મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ની પરિસ્થિતિયોને જોતા ભારત સામેની ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર થવાની સંભાવનાને નકારી નથી. તેણે ફક્ત એક જ જગ્યાએ મેચનું આયોજન કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારત સામે ટેસ્ટ મેચ બ્રિસ્બેન(3-7 ડિસેમ્બર), એડિલેડ(11-15 ડિસેમ્બર), મેલબર્ન (26-30), અને સિડની(3-7 જાન્યુઆરી ) માં રમાશે.
જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સે કહ્યું કે આરોગય સંકટને ધ્યાનમાં રાખીને યાત્રા પર પ્રતિબંધ હોવાને કારણે કાર્યક્રમમાં બદલાવ થઇ શકે છે.
તેમણે શુક્રવારે પત્રકારોને કહ્યું કે હાલનો કાર્યક્રમ એમ માનીને બનાવવામાં આવ્યો છે કે પ્રાંતીય સીમાઓ સાયદ તે સમયે પ્રવાસ માટે ખુલ્લી રહેશે. આ તે સમયની પરિસ્થિતિયો પર આધાર છે અને થઇ શકે કે અમારે આ શ્રેણીનું આયોજન એક કે બે સ્થાનો પર જ કરવુ પડે.
રોબર્ટ્સે કહ્યું કે અમરી પાસે ઘણા બધા વિકલ્પો છે. અમારી પાસે ચાર પ્રાંતમાં ચાર સ્થાનો છે અથવા અમે તેને ફક્ત એક પ્રાંતમાં એક જગ્યાએ ગોઠવી શકીએ છીએ.
ભારતીય શ્રેણીની ઘોષણા થયાના થોડા સમય પછી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ક્રિસ્ટીના મેથ્યુઝે આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ માટે પર્થના બદલે બ્રિસ્બેનને પ્રાથમિકતા આપવાની ટીકા કરી હતી.
રોબર્ટ્સે કહ્યું કે બે વર્ષ પહેલા ભારતીય ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર આવી હતી ત્યારે ગાબાને કોઇ ટેસ્ટ મેચ મળી ન હતી જેથી સંતુલન બનાવવા માટે આ વખતે પર્થને નજરઅંદાજ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે જો પર્થને આ વર્ષે ભારત સામે ટેસ્ટ મેચનું આયોજન મળી જાત તો તેનો એર્થ એ થાત કે પર્થ આઠ વર્ષના ચક્રમાં ઇંગ્લેન્ડ સામે બે અને ભારત સામે બે ટેસ્ટ મેચનું આયોજન કરત, જ્યારે બ્રિસ્બેનના ખાતામાં માત્ર બે ટેસ્ટ જ મળત.
રોબર્ટ્સે એમ પણ કહ્યું હતું કે જો ટી-20 વિશ્વ કપ નહી યોજાય તો દેશના ક્રિકેટ બોર્ડને 8 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનું નુકસાન વેઠવું પડશે.