નવી દિલ્હી: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે, વિરાટ કોહલી જેવા સ્વભાવવાળા વ્યક્તિ કેપ્ટનશીપ ક્યારેય સોંપી નહી શકે. તેઓએ કહ્યું કે, દરેક ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનની નિંમણુક કરવાની રણનીતિ ભારતમાં નહીં ચાલે.
નાસિર હુસૈન કહ્યું કે, 'ભારતમાં એ સંભવ નથી દરેક ફોર્મેટ માટે એક અલગ કેપ્ટન અને દરેક ફોર્મેટ પર અલગ કોચ રાખવા કોઈ સહમત થાય.
હુસૈને કહ્યું કે, 'તમારા સ્વભાવ પર નિર્ભર કરે છે. વિરાટ કોહલી જેવા વ્યક્તિએ કેપ્ટનશીપ સોંપવી મુશ્કેલ રહેશે. તે કંઇ પણ સોંપવા નહીં ઇચ્છે. બીજી બાજુ ઇંગ્લેન્ડમાં અમારી પાસે ઇયોન મોર્ગન અને જો રૂટ સ્વરૂપે એક જેવા જ બે કેપ્ટન છે.