રાંચી: મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની દુનિયામાં ભારતના દરેક સપના પૂરા કર્યા છે. ધોની મેચમાં જીત આપાવવા કે પછી કેપ્ટનશીપ દરેક જગ્યાએ પરફેક્ટ એટલા માટે કહેવામાં આવે છે કે, અનહોની કો હોની કર દે ઈસકા નામ હૈ ધોની,
ધોનીની શરુઆત
15 વર્ષ પહેલા ધોનીએ વનડે ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે ક્રિકેટની દુનિયામાં પોતાની ધાક જમાવી હતી. ધોનીએ પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજા નંબર પર મેદાને ઉતરી 123 બોલમાં 148 રન ફટકાર્યા હતા. ભારતે આ મેચમાં આસાનીથી જીતી હતી.
ધોનીનો ત્રીજો નંબર
આમ તો ધોની કાંઈ પણ કરે ફેમસ થઈ જાય છે અને તેમને સફળતા પણ મળે છે, પરંતુ ધોનીની લાઈફમાં નંબરનો મહત્વનો રોલ રહ્યો છે. ધોનીનો લકી નંબર 7 છે. ધોની ક્રિકેટના મેદાન પર 7 નંબરની જર્સી પહેરી રમે છે. તેમની ગાડીનો નંબર પણ 7 છે. મેદાન પર 7 નંબરે જ ઉતરે છે, પરંતુ ગાંગુલીએ ધોનીને આપેલો 3 નંબર ધોની માટે ખાસ રહ્યો છે. આ 3 નંબરે ધોનીને હિરો બનાવ્યો છે. આ એ જ 3 નંબરે માટે ભારતે વર્લ્ડકપ પણ ગુમાવ્યો છે.
તમને જણાવી દઈએ કે, શરુઆત બાંગ્લાદેશ વિરુદ્ધ થઈ હતી. ધોનીએ પોતાની શરુઆતની મૈચોમાં 0, 12, 7, 3 રન કર્યા હતાં, ત્યારબાદ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીને પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજા સ્થાન પર બેટિંગ કરવા મેદાન પર ઉતારતા જ ધોનીએ મેચની બાજી જ પલટી નાંખી હતી. ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. ધોનીને ત્રીજા નંબરના અંકનો ખુબ ઉપયોગ કર્યો છે અને ફાયદો પણ થયો.
ધોનીનો હાઈસ્કોર ત્રણ અંકનો છે.
ધોનીનો હાઈસ્કોર 183 છે. શ્રીલંકા વિરુદ્ધ ધોની ત્રીજા સ્થાને મેદાન પર ઉતર્યો હતો. મેદાન પર ઉતરી દિવાળીના એક દિવસ પહેલા જ એક દિવાળી મનાવી હતી.
ટીમનો કેપ્ટન
2007માં વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ રાહુલ દ્વવિડે કેપ્ટનશીપ છોડી હતી, ત્યારબાદ ભારતીય ટીમનું સુકાન ધોનીના હાથમાં આવ્યું હતું. ધોનીએ વર્લ્ડકપ બાદ રમાઈ પ્રથમ T-20માં પણ ભારતને જીત અપાવી હતી.
ટીમને જીત અપાવી હતી.
અંકનો સંયોગ પણ કહી શકાય ગાંગુલીએ ધોનીને ત્રીજા સ્થાન પર ઉતાર્યા બાદ ધોનીને ફાયદો થયો હતો. ત્રીજા સ્થાન પર ઉતરી ધોનીનો સ્કોર 183 રન ફટકર્યા હતા. ગાંગુલી પણ 183 રન ફટકારી કેપ્ટન બન્યા તો ધોની પણ 183 રન ફટકારી કેપ્ટન બન્યો હતો. વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પણ હાઈસ્કોર 183 જ છે.
ત્રીજા નંબરે ટ્રૉફી છીનવી
ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં હતી. વર્લ્ડકપ 2019 ટીમ સેમિફાઈનલમાં પહોંચી, ત્યારે આ મેચમાં ધોનીને ફરી ત્રીજા નંબર પર મેદાને ઉતરવાની જરુર પડી, પરંતુ ધોની કોઈ કારણોસર આ ત્રીજા નંબર પર ન રમ્યો, સેમિફાઈનલમાં ધોની 7માં નંબર મેદાને ઉતર્યો અને અનહોનીને હોની કરવાની ધોનીએ ખુબ કોશિષ કરી, પરંતુ ધોની આઉટ થઈ પવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ મેચ હારી ચૂકી હતી. લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે ધોની ત્રીજા સ્થાન પર મેદાને ઉતર્યો હોત તો...