ETV Bharat / sports

ICC T-20 વર્લ્ડ કપ સ્થગિત કરવાનો નિર્ણય મંજૂરઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા - નિક હોક્લે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)ના વચગાળાના મુખ્ય કાર્યકારી નિક હોક્લેએ એક નિવેદનમાં કહ્યું કે, અમે ICCના T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયમાં મંજૂરી આપીએ છીંએ. આ નિર્ણય ખેલાડિઓ, પ્રશંસકો, અધિકારીઓ, સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ETV BHARAT
ICC T-20 વર્લ્ડ કપ સ્થગિત કરવાનો નિર્ણય મંજૂરઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
author img

By

Published : Jul 21, 2020, 3:50 PM IST

મેલબર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ ICCના આ વર્ષે યોજાનારા પુરૂષ T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ICCએ કોવિડ-19ના કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપને સ્થગિત કર્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)ના વચગાળાના મુખ્ય કાર્યકારી નિક હોક્લેએ એક નિવેદનમાં કહ્યું કે, અમે ICCના T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયમાં મંજૂરી આપીએ છીએ. આ નિર્ણય ખેલાડિઓ, પ્રશંસકો, અધિકારીઓ, સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ETV BHARAT
વર્લ્ડ કપ ટ્રોફી

ઓસ્ટ્રેલિયા અને ભારત ICCના આગામી બે T-20 વર્લ્ડ કપની યજમાની કરવાની સ્પર્ધામાં છે, પરંતુ કયો દેશ કયા વર્ષમાં યજમાની કરશે, તે હજૂ નક્કી થયું નથી. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

જો કે, હોલ્કેએ આશા વ્યક્ત કરી કે, જ્યારે વર્લ્ડ કપની નવી તારીખ આવશે અને ઓસ્ટ્રેલિયાને યજમાની મળશે, ત્યારે તે ખૂબ સારી રીતે ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

તેમણે કહ્યુ કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે ઘણી મહેનત કરવામાં આવી હતી. જે પણ લોકો જુનૂન અને સમર્પણ સાથે તૈયારીમાં જોડાયા હતા, તે તમામ લોકોનો હું આભાર માનું છું.

તેમણે કહ્યું, આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલો મહિલા T-20 વર્લ્ડ કપ ઐતિહાસિક સાબિત થયો હતો અને મને આશા છે કે, પુરૂષોનો વર્લ્ડ કપ પણ આવો જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.