ETV Bharat / sports

મહિલા T-20 વિશ્વકપ: મહિલાઓની 'હેટ્રિક' જીત, ભારત ચોથીવાર સમિફાઈનલમાં - મહિલા T-20

ICC મહિલા T-20 વિશ્વકપમાં ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી. ભારતે મેલબોર્નના ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડને 3 રને હરાવી ચોથીવાર T-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. 134 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 130 રન જ કરી શક્યું હતું. ભારતની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. જેથી ભારત સમિફાઈનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ચોથીવાર ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ 2009, 2010 અને 2018માં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. શેફાલી વર્માએ શાનદાર 46 રન ફટાકાર્યા હતા. વર્મા શાનદાર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ બની હતી.

icc
મહિલા
author img

By

Published : Feb 27, 2020, 7:46 AM IST

Updated : Feb 27, 2020, 3:17 PM IST

મેલબોર્નઃ ભારતે મેલબોર્નના ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડને 3 રને હરાવી ચોથીવાર T-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. 134 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 130 રન જ કરી શક્યું હતું. ભારતની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. જેથી ભારત સમિફાઈનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ચોથીવાર ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ 2009, 2010 અને 2018માં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. જો કે, પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું અને હવે ન્યૂઝીલેન્ડને 3 રને હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

icc
ભારતીય ટીમ

ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 2 ઓવરમાં 34 રનની જરૂર હતી, ત્યારે એમેલિયા કેરે ટૂર્નામેન્ટની હાઈએસ્ટ વિકેટ ટેકર પૂનમ યાદવની ઓવરમાં 18 રન ફટકારતા મેચમાં ટ્વીસ્ટ આવ્યો હતો. કિવિઝને અંતિમ ઓવરમાં 16 અને 5 બોલ પછી અંતિમ બોલમાં 5 રનની જરૂર હતી, પરંતુ શિખા પાંડેએ છેલ્લો બોલ યોર્કર નાખતા કેર કઈ કરી શકી નહોતી. કેરે 19 બોલમાં 6 ફોરની મદદથી 34 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, ભારતીય મહિલા ટીમની જીત થઈ હતી.

icc
હરમન પ્રીમ કૌર

ઓપનર રચેલ પ્રિસ્ટ 13 રને શિખા પાંડેની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર રાધાના હાથે કેચ આઉટ થઇ હતી. સૂઝી બેટ્સ 6 રને દીપ્તિ શર્માની બોલિંગમાં બોલ્ડ થઇ હતી. સોફી ડિવાઇન 14 રને પૂનમની બોલિંગમાં પોઇન્ટ પર રાધાના હાથે કેચ આઉટ થઇ હતી. મેડી ગ્રીન 24 રને રાજેશ્વરી ગાયકવાડની બોલિંગમાં કીપર તાનિયા ભાટિયા દ્વારા સ્ટમ્પ થઇ હતી. કેટી માર્ટિન 24 રને રાધાની બોલિંગમાં રોડ્રિગ્ઝ દ્વારા કેચ આઉટ થઇ હતી. જેન્સન 11 રને શિખા પાંડે દ્વારા રનઆઉટ થઇ હતી.

icc
ન્યૂઝીલેન્ડ ટીમ

ભારતે ન્યૂઝીલેન્ડ સામે 20 ઓવરમાં 8 વિકેટે 133 રન કર્યા હતાં. ભરત તરફથી શેફાલી વર્માએ સૌથી સારી બેટિંગ કરતા 34 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 46 રન કર્યા હતા. જ્યારે તાનિયા ભાટિયા (23) સાથે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જો કે, એ બંને સિવાય અન્ય કોઈ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય કરી શકી નહોતી. કિવિઝ માટે એમેલિયા કેર અને રોઝમેરી મેરે 2-2 વિકેટ ઝડપી.

શરૂઆતમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારત ટૂર્નામેન્ટમાં બંને મેચ જીતીને ગ્રુપ-Aમાં 4 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને ત્રીજીવાર સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડની 4 રને હરાવ્યું હતું.

Last Updated : Feb 27, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.