દુબઇ: આઇસીસીની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી T20 મહિલા વર્લ્ડકપની ટૂર્નામેન્ટના વીડિયો વન-ડે વર્લ્ડકપ 2017 કરતા 10 ગણા વધારે જોવાયા છે, જેથી મહિલા ક્રિકેટમાં સૌથી સફળ સ્પર્ધા બની છે. આ બંને ટૂર્નામેન્ટમાં ભારત રનર્સ-અપ રહ્યું હતું, પરંતુ દર્શકોની દ્રષ્ટિએ ભારતનું મોટું યોગદાન છે.
આઈસીસીએ કહ્યું કે, 2020ના મહિલા ટી-20 કપને 2019ના પુરુષ વર્લ્ડ કપ બાદ સૌથી વધુ લોકોએ પસંદ કર્યો છે. જેથી આઇસીસીની સૌથી સફળ ટૂર્નામેન્ટ બની છે અને ફાઈનલ મેચને વિશ્વભરના મોટાભાગના દર્શકોએ જોઈ છે. નોકઆઉટના તબક્કો 2018ની સરખામણીએ 423 ટકા લોકો હોવાથી અંતિમ દર્શકોમાં ભારત આગળ છે."
આ પ્રેસ રિલીઝમાં મુજબ,"ભારતે કુલ 8 કરોડ 61 લાખ 50 હજાર કલાકો સુધી આ ટૂર્નામેન્ટ જોઈ છે, જે વર્ષ 2018ની ટૂર્નામેન્ટ કરતા 152 ટકા વધારે છે. જો કે, ભારતની ટીમ ફાઈનલમાં પહોંચ્યું હોવાથી દેશની પાંચ ભાષા પૈકી અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ બ્રોડકાસ્ટ કરાયું હતું. આમ, ભારતીય મેચનું પ્રસારણ કરીને ICC માટે સિદ્ધ સાબિત થયું હતું.