મેલબર્ન: ઓસ્ટ્રેલિયાની ખેલાડી બેથ મૂનીએ ભારતીય બેટસ્મેન શેફાલી વર્માને પછાડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શેફાલી ગત સપ્તાહમાં કરિયરમાં પ્રથમ વખત નંબર-1ના સ્થાન પર પહોચી હતી. શેફાલીને વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર 2 રન જ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હાર આપી પાંચમી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
મૂની 762 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. જ્યારે શેફાલી વર્મા ત્રીજા સ્થાને પર છે. મૂની કરિયરની પ્રથમ વખત નંબર વન પર પહોચવામાં સફળ રહી છે.ન્યૂઝીલેન્ડની કેપ્ટન સૂજી 750 રેટિંગ સાથે બીજા સ્થાન પર છે તેમની સાથે બેટસ્મેન સોફી ડિવાઈન ચોથા નંબર પર છે. મૂનીની સાથે અલિસા હિલી 2 અંક ઉપર જઈ પાંચમાં નંબર પર પહોચી છે. મૂનીએ ફાઈનલ મેચમાં અણનમ 78 અને હિલીએ 75 રન કર્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ભારતીય બેટસ્મેન સ્મૃતિ મંધાના ક્રમશ 7 ક્રમ પર પહોચી છે. ભારતની દિપ્તી શર્મા 10ની છલાંગ મારી બેટસ્મેનની યાદીમાં 43માં નંબર પર પહોચી છે.