દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર માટે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને શુભકામના પાઠવી છે. ધાનીએ 3 ICC ટ્રૉફી જીતી છે. ધોનીએ 2007માં 20 વર્લ્ડકપ, 2011માં વનડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયનશીપ ટ્રૉફી જીતી હતી. 39 વર્ષીય ધોનીએ શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કહ્યું છે.
2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની ગત્ત વર્ષ જુલાઈમાં વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલા મુકાબલા બાદ એક પણ મેચ રમ્યો નથી. ICCના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સાહનીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની રમતના સર્વકાલિક મહાન ખેલાડીઓમાંથી એક છે. વાનખેડે સ્ટેડિયમમાં 2011 ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં તેમણે વિજયી શૉર્ટ લગાવી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલમાં સ્થાન મેળવ્યું હતુ.
ICC 3 મિનિટ 11 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ધોનીના શાનદાર પળો બતાવી છે. આ વીડિયો દુનિયાભરના સ્ટાર ખેલાડી અને દિગ્ગજોની ધોની પર કોમેન્ટ્રી પણ સામેલ છે. વીડિયોમાં ધોનીના ડેબ્યૂથી તેમની અંતિમ મેચને રજુ કરાઈ છે. જેમાં માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ બેટ્સમેન અને વિકેટકીપરમાં પણ તેમને મહાન બતાવવામાં આવ્યો છે.
-
Mahendra Singh Dhoni – one of the greats.#DhoniRetires pic.twitter.com/qOiWqNQWKW
— ICC (@ICC) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mahendra Singh Dhoni – one of the greats.#DhoniRetires pic.twitter.com/qOiWqNQWKW
— ICC (@ICC) August 16, 2020Mahendra Singh Dhoni – one of the greats.#DhoniRetires pic.twitter.com/qOiWqNQWKW
— ICC (@ICC) August 16, 2020
- આ વીડિયોના કેપ્શનમાં ICCએ માત્ર એક લાઈન લખી છે. 'મહેન્દ્ર સિંહ ધોની આ રમતના મહાન ખેલાડીઓમાંથી એક'
ધોનીએ 98 ટેસ્ટમાં 4876 રન ફટકાર્યા છે. આ સિવાય 256 કેચ ઝડપ્યા છે, 38 સ્ટંપિંગ જ્યારે 350 વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં તેમણે 10,773 રન કર્યા છે. 321 કેચ અને 123 સ્ટંપિંગ કરી છે. ધોનીએ 2006થી 2010 વચ્ચે 656 દિવસ સુધી ICC પુરુષ વનડે રેકિંગમાં ટોર્ચ બેટ્સમેન રહ્યાં છે. તેમણે 2008 અને 2009માં ICCનો વર્ષના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે પસંદગી કરાઈ હતી. ધોની 2006, 2008, 2009, 2010, 2011, 2012, 2013 અને 2014માં ICCની વર્ષનો સર્વશ્રેષ્ઠ વનડે ટીમ અને 2009, 2010, 2012 અને 2013માં ICCનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમનો ભાગ છે. તેમણે 2011માં ICCનો સ્પિટ ઑફ ક્રિકેટ પુરસ્કાર પણ મળ્યો છે.