નવી દિલ્હી: રમતના મેદાન પર દેશનું ગૌરવ બનનારા કેટલાક ભારતીય ખેલાડીઓ હાલમાં કોરોનાની લડતમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પોલીસની ફરજ નિભાવી રહ્યાં છે અને લોકોને તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી રહ્યાં છે. વિશ્વકપ વિજેતા ક્રિકેટર જોગિન્દર શર્મા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન રાજપાલ સિંહ, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા બોક્સર અખિલ કુમાર અને એશિયન ગેમ્સના ચેમ્પિયન, કબડ્ડી ખેલાડી અજય ઠાકુર પોલીસ અધિકારી નહોતા પણ રમત-ગમતની સિદ્ધિને કારણે આ નોકરી મળી છે. જે લોકડાઉન દરમિયાન પોલીસની ફરજ અદા કરી રહ્યાં છે.
-
2007: #T20WorldCup hero 🏆
— ICC (@ICC) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2020: Real world hero 💪
In his post-cricket career as a policeman, India's Joginder Sharma is among those doing their bit amid a global health crisis.
[📷 Joginder Sharma] pic.twitter.com/2IAAyjX3Se
">2007: #T20WorldCup hero 🏆
— ICC (@ICC) March 28, 2020
2020: Real world hero 💪
In his post-cricket career as a policeman, India's Joginder Sharma is among those doing their bit amid a global health crisis.
[📷 Joginder Sharma] pic.twitter.com/2IAAyjX3Se2007: #T20WorldCup hero 🏆
— ICC (@ICC) March 28, 2020
2020: Real world hero 💪
In his post-cricket career as a policeman, India's Joginder Sharma is among those doing their bit amid a global health crisis.
[📷 Joginder Sharma] pic.twitter.com/2IAAyjX3Se
દેશવ્યાપી લોકડાઉન દરમિયાન મોહાલીમાં ડીએસપીની પોસ્ટ પર કામ કરી રહેલા રાજપાલે જણાવ્યું હતું કે, "હું પોલીસ માટે સંપૂર્ણ સમય આપી કામ કરી રહ્યો છું અને હાલ મુખ્ય કાર્ય લોકડાઉનને અનુસરવાનું છે. આ સાથે જ અમારો ભાર જરૂરીયાતમંદોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા પર છે."
જોગિન્દર શર્મા
T-20 વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ચમત્કારિક છેલ્લી ઓવર જીત અપાવનાર જોગિન્દરે કહ્યું કે, "હું 2007થી હરિયાણા પોલીસમાં ડીએસપી છું. એક અલગ પ્રકારનો પડકાર અત્યારે છે. અમારી ફરજ સવારે છ વાગ્યે શરૂ થાય છે. લોકોને બંધનું પાલન કરવું અને તબીબી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરી રહ્યાં છીએ.
અખિલ કુમાર
ગુરુગ્રામ પોલીસમાં એસીપી એવા કોમનવેલ્થ ગેમ્સ 2006ના સુવર્ણ ચંદ્રક વિજેતા અખિલ કુમારે કહ્યું કે," લોકો સહયોગ કરી રહ્યાં છે. લોકડાઉનનું કડક પાલન કરવાથી આ વાયરસ બંધ થઈ જશે. લોકો પણ સમજી રહ્યાં છે."
રેવાડીમાં ફરજ અદા કરી રહેલા એશિયન બ્રોન્ઝ મેડલ વિજેતા જીતેન્દ્રએ કહ્યું કે, અમે અમારું શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છીએ. અમે જમીન સાથે જોડાયેલા છીએ અને ભૂખ શું છે તે જાણી શકીએ છીએ."
અજય ઠાકુર
રમત-ગમત ખેલાડી હોવાને કારણે અમેે બધા મધ્યસ્થતાના મહત્વને જાણીએ છીએે, સેવા, સુરક્ષા અને સહયોગએ આપણા દળનું સૂત્ર છે. અમે તેનો સંપૂર્ણ અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."