જોહનિસબર્ગ : બેટ્સમેન એબી ડિવિલિયર્સનું માનવું છે કે કોવિડ-19ના કારણે T-20માં વર્લ્ડ કપ પણ સ્થગિત થઇ શકે છે. જેનુ આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. આ મહામારીના કારણે કેટલીક રમતને રદ કરવામાં આવી છે.
ડિવિલિયર્સે જણાવતા કહ્યું કે, 'હુ હજુ આવનારા છ મહીનાને લઇ કંઇ પણ વિચારતો નથી. જો ટુર્નામેન્ટ આવનારા વર્ષ સુધી સ્થગીત કરવામાં આવે તો કેટલીક ફેરફાર આવશે. હાલમાં તો હુ ટીમનો હિસ્સો છુ તેવુ માનુ છુ, પરંતુ હુ એ નથી જાણતો કે મારી ફિટનેસ કેવી રહેશે અને હુ ત્યાં સુધી સ્વસ્થ રહીશ કે નહીં.'
તેઓએ વધુમાં કહ્યું કે, 'હુ એક નિશ્ચિત જવાબ આપવાને લઇને અનિશ્ચિત છું. વધુમાં કહ્યું કે ટીમમાં પરત ફરવાની કોઇ ખોટી આશા ઉભી કરવા માગતો નથી. ’