સાઉથેમ્પટન: પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝના ત્રીજી મેચમાં ઈગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. સાઉથેમ્પટનના બાઉલ મેદાન પર રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે કેપ્ટન અઝહર અલીની વિકેટ ઝડપતા જ એન્ડરસન 600 ટેસ્ટ વિકેટ ઝડપનાર પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.
જેમ્સ એન્ડરસને આ ઈતિહાસ 156મી મેચમાં રચ્યો છે. ટેસ્ટમાં 600થી વધુ વિકેટ લેનારા બોલરમાં અત્યાર સુધી માત્ર ત્રણ બોલર છે. જેમાં મુથૈયા શ્રીલંકાના મુરલીધરન 800, ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન 708 અને ભારતના અનિલ કુંબલે 619 ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવામાં સફળ થયા છે, પરંતુ આ ત્રણેય સ્પિનર છે. આ ક્લબમાં સામેલ થનાર એન્ડરસન ચોથો બોલર છે.
એન્ડરસનના કરિયરની વાત કરીએ તો 29 વખત 5 વિકેટ અને આ ઉપરાંત એક ટેસ્ટ મેચ 3 વખત 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.