વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પાડ્યા અને તેની મંગેતર નતાશા સ્ટેંકોવિકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો છે. બન્નેએ પોતાની ઇન્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેયર કર્યો હતો જેને તેના ચાહકોએ વાઇરલ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ વીડિયોમાં હાર્દિક અને નતાશા તેમના ધરમાં બનેલા હોમ થિયેટરમાં બેઠા હતા. ત્યા સેલ્ફી વીડિયો બનાવતા હાર્દિકએ નતાશાને પુછે છે કે, મે ક્યા હુ તેરા... તેના પર નતાશા હસવા લાગે છે અને જવાબમાં કહે છે કે, જિગરનો ટુકડો. બાદમાં હાર્દિક તેની નકલ કરી હંસવા લાગે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કોરોના મહામારીના કારણે ભારતના ક્રિકેટર્સની જેમ હાર્દિક પાંડ્યા પણ લોકડાઉનના દિવસો ઘરમાં વિતાવી રહ્યા છે અને ટ્વીટર પર પોતાના વર્કઆઉટની ફોટો પોસ્ટ કરી રહ્યા છે.