નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચે એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં યુવા મહેમાનના આગમન પર, તેના લાખો ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા છે.
હાર્દિકે પુત્રનો હાથ પકડતી તસવીર શેર કરી છે. આ ક્રિકેટરે ખૂબ જ સુંદર તસવીર સાથે તેના પુત્રના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. આ પહેલા નતાશા સાથેની તસવીર શેર કરતી વખતે હાર્દિકે કેપ્શનમાં લખ્યું હતું કે, "કમીંગ સૂન"
-
We are blessed with our baby boy ❤️🙏🏾 pic.twitter.com/DN6s7aaZVE
— hardik pandya (@hardikpandya7) July 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are blessed with our baby boy ❤️🙏🏾 pic.twitter.com/DN6s7aaZVE
— hardik pandya (@hardikpandya7) July 30, 2020We are blessed with our baby boy ❤️🙏🏾 pic.twitter.com/DN6s7aaZVE
— hardik pandya (@hardikpandya7) July 30, 2020
નતાશા અને હાર્દિકે ચાહકોને આ સંકેત પહેલેથી જ આપી દીધો હતો કે તેઓ જલ્દીથી તેમના પ્રથમ બાળકના પિતા બનશે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું છે - 'મોમ ટુ બી નતાશા પણ આ ખાસ ક્ષણ માટે ઉત્સુક છે.' હાર્દિક પંડ્યા અને નતાશા બંનેએ આ સમય ખૂબ જ સારી રીતે માણ્યો છે. બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ છે.ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન, નતાશાએ તેની ઘણી તસવીરો લીધી અને લોકડાઉનનો મોટો ફાયદો એ થયો કે હાર્દિક તેની સાથે સતત રહેતો હતો. હાર્દિકના પહેલા બાળકના જન્મના સમાચાર બહાર આવ્યા બાદ હવે ચાહકો ઉત્સાહિત છે કે તે તેના બાળકનું નામ શું રાખશે. જો કે, હજુ સુધી માહિતી જાહેર થઈ નથી.