ETV Bharat / sports

#HappyBirthdayDada : ક્રિકેટરથી BCCIના અધ્યક્ષ સુધીની સફર, હવે ICCના અધ્યક્ષની રેસમાં... - ગાંગુલી

આજે અમે તમને જણાવીશું ગાંગુલીના ક્રિકેટ કરિયરથી લઇને બીસીસીઆઇના અધ્યક્ષ બનવા સુધીની સફર વિશે...

Sourav Ganguly Birthday
Sourav Ganguly Birthday
author img

By

Published : Jul 8, 2020, 9:17 AM IST

હૈદરાબાદઃ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે પોતાનો 48મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. ગાંગુલી 2000થી 2004 સુધી ભારતીય ટીમના કૅપ્ટન પણ રહ્યાં હતાં. તેમને ભારતના સફળ કૅપ્ટનોમાંથી એક માનવામાં આવે છે. આજે અમે તમને ગાંગુલીના ડેબ્યુથી લઇને તેમના બીસીસીઆઇના અધ્યક્ષ બનવા સુધીની પુરી સ્ટોરી જણાવીશું.

મોટા ભાઇ પાસેથી મળી હતી ક્રિકેટ રમવાની પ્રેરણા

સૌરવના મોટા ભાઇે સ્નેહાશીશ બાળપણથી જ ક્રિકેટ રમવા ઇચ્છતા હતા અને પોતાના મોટા ભાઇની પાછળ તેમણે પણ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. સ્ટ્રીટ ક્રિકેટ રમતા-રમતા દાદાની સ્કૂલની ટીમમાં પસંદગી થઇ હતી, પછી સ્કૂલની ટીમથી નીકળીને સ્ટેટ ટીમમાં પસંદગી થતાં જ દાદાએ ભારતીય ટીમ માટે રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમનું આ સપનું 1992માં પુરૂં થયું હતું.

Sourav Ganguly Birthday
સૌરવ ગાંગુલી જન્મદિવસ

1992માં પહેલીવાર ભારતીય ટીમ જર્સી પહેરવાનો અવસર મળ્યો

1992માં ગાંગુલીને પહેલીવાર ભારતીય ટીમની જર્સી પહેરવાનો અવસર મળ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે સીરિઝમાં તેમની પસંદગી થઇ હતી. તેમણે આ સીરિઝમાં એક મૅચ રમવાનો અવસર તો મળ્યો, પરંતુ તે આ મૅચમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યા હતા. જેને લીધે તેમને ટીમથી બહાર કરવામાં આવ્યા હતાં.

1996માં થઇ ટીમમાં વાપસી

દાદાએ ભારતીય ટીમમાં ફરીથી રમવા માટે ચાર વર્ષ રાહ જોવી પડી હતી. ચાર વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તેમણે 1996માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી હતી. તેમણે પોતાના પહેલી બે ટેસ્ટમાં બે શતક લગાવી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી.

સચિન કૅપ્ટનશીપમાં થઇ વનડેમાં વાપસી

ચાર વર્ષ વનડેથી બહાર રહેલા ગાંગુલીને તત્કાલિન કૅપ્ટન સચિન તેંડૂલકરે ટાઇટન કપ દરમિયાન 1996માં દક્ષિણ આફ્રિકા સામે એક ચાન્સ આપ્યો હતો. આ મૅચમાં સચિનની સાથે ઓપનિંગ કરતા ગાંગુલીએ 54 રનની પારી રમી હતી. વધુમાં જણાવીએ તો સચિન અને ગાંગુલીની જોડી 247 મૅચોમાં 12,400 રનની સાથે દુનિયાની બીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે.

Sourav Ganguly Birthday
સૌરવ ગાંગુલી જન્મદિવસ

જગમોહન ડાલમિયાના ખૂબ જ નજીકના છે ગાંગુલી

ગાંગુલીની ટીમમાં વાપસીથી લઇને મીડિયામાં માહિતી આવી રહી હતી કે, જગમોહન ડાલમિયાને લીધે સૌરવ ગાંગુલીની ક્રિકેટમાં વાપસી થઇ છે. ડાલમિયા 1990માં બીસીસીઆઇના સેક્રેટરી હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે ભારતીય ક્રિકેટને મિલિયન ડૉલર કમાવતા શીખવ્યું હતું. એક ગરીબ બોર્ડને અમીર બનાવવામાં ડાલમિયાનો ખૂબ મોટો ફાળો હતો.

Sourav Ganguly Birthday
સૌરવ ગાંગુલી જન્મદિવસ

2000માં મળી ભારતીય ટીમની કમાન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરીને દાદાને હજૂ થોડો જ સમય થયો હતો કે, ફિક્સિંગ સ્કેન્ડલને લીધે યુવા ગાંગુલીને ભારતીય વનડે ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઇ ગાંગુલી ડાલમિયા કનેક્શન ચર્ચામાં આવ્યું હતું અને મીડિયામાં સમાચાર આવી રહ્યાં હતા કે, તે સમયે બીસીસીઆઇના અધ્યક્ષ ડાલમિયાનો સૌરવ ગાંગુલીને કૅપ્ટન પસંદ કરવા પાછળ કનેક્શન છે.

જો કે, ગાંગુલી કૅપ્ટન બનતા જ મીડિયામાં છવાઇ ગયા હતા. તે બાદ ભારતીય ઇતિહાસના મહાન કૅપ્ટન બનીને વધુ આગળ આવી દાદાએ કેટલાય એવા કાર્યો કર્યા કે, જે અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં દર્જ છે. તેમની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમે 2002 ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રીલંકાની સાથે સંયુક્ત વિજેતા રહ્યાં હતા. જે બાદ તેમણે 2002માં ભારતીય ટીમને નેટવેસ્ટ સીરિઝમાં જીત અપાવી હતી અને 2003ના વિશ્વ કપમાં ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડ્યી હતી.

Sourav Ganguly Birthday
સૌરવ ગાંગુલી જન્મદિવસ

ગ્રેગ ચૈપલ વિવાદ

ગાંગુલીનો 2005માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર તત્કાલિન ભારતીય ટીમના કૉચ ગ્રેગ ચૈપલ સાથે વિવાદ થયો હતો. બુલવાયો ટેસ્ટ દરમિયાન આ વિવાદ થયો હતો, જે બાદ તેમની પાસેથી કૅપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. ચૈપલે એક ઇમેલ બીસીસીઆઇને લખ્યો, જે મીડિયામાં લીક થયો હતો. ગાંગુલીના ક્રિકેટ કરિયરમાં આ સૌથી મોટો વિવાદ હતો.

2008માં લીધો રિટાયરમેન્ટનો નિર્ણય

2008માં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ રમી હતી. આ મૅચની પહેલી પારીમાં તેમણે 85 રન બનાવ્યા હતા.

બીસીસીઆઇના અધ્યક્ષ બનનારા બીજા ભારતીય કૅપ્ટન

ગાંગુલી 2019માં બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા. ભારતીય ક્રિકેટમાં પોતાની આક્રમક કૅપ્ટનશીપની સાથે એક નવા યુગની શરૂઆત કરનારા ગાંગુલી BCCIમાં શીર્ષ પદ સંભાળનારા બીજા ભારતીય કૅપ્ટન છે. બીસીસીઆઇના અધ્યક્ષ બનનારા એકમાત્ર અન્ય કૅપ્ટન વિજયનગ્રામ હતા. તે વિજ્જીના મહારાજકુમાર હતા, તેમણે 1936માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 ટેસ્ટ મૅચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે 1954માં બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા હતા.

સીએબીના પણ અધ્યક્ષ રહ્યા છે

2015માં ડાલમિયાના નિધન બાદ ગાંગુલીએ સીએબીની કમાન સંભાળી હતી. 2015થી 2019 સુધી તે સીએબીના અધ્યક્ષ રહ્યા અને હવે તે બીસીસીઆઇના અધ્યક્ષ છે. હાલ ICC અધ્યક્ષ બનવાની રેસમાં ગાંગુલી સૌથી આગળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.