ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં 11 વિકેટ લીધી હતી અને પુણેની ટેસ્ટમાં 5 છક્કા પણ માર્યા હતા. આ કામયાબી તેમને તેમની પત્નીના કારણે મળી છે. વર્ષ 2013માં ઉમેશે તાન્યા સાથે લગ્ન કર્યા હતા. તાન્યા ફેશન ડિઝાઇનર છે એટલે ઉમેશના ડ્રેસિંગનું ધ્યાન રાખે છે.
એક સમય હતો જ્યારે ઉમેશ અસફળતા હાથ લાગી હતી. જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા અને ક્રિકેટ છોડવા વિશે પણ વિચારી રહ્યા હતા. તેઓ બોલને લેગ સ્ટંપની બહાર બોલ ફેકતા હતા તેના કારણે તેમની ઓવરમાં રન પણ આવતા હતા. જ્યારે તેમના મનમાં ક્રિકેટ છોડવાના વિચારો આવી રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ તેમને પ્રેક્ટિસ કરાવવા પોત્સાહન આપ્યું હતુ અને તે ઉમેશને પ્રેક્ટિસ કરવા માટે જબરદસ્તી કરતી હતી. તાન્યાની હઠના કારણે ઉમેશ યાદવ પ્રેક્ટિસ પર જવા લાગ્યા પછી તેમને પોતાની જાતને સાબીત કરી.
ઉમેશએ કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે મને લાગતુ હતુ કે ક્રિકેટ છોડી ઘરે બેસી જઉ. ત્યારે તાન્યાએ મને સમજાવ્યો કે કોઇ બ્રેક લેવાનો નથી, પ્રેક્ટિસ કરવા જવાનું છે એટલે જવાનું છે. હુ બંક પણ મારી શકતો નહોતો અને પ્રેક્ટિસમાં લેટ પણ જઇ શકતો નહોતો. તાન્યાએ કહ્યું હતુ કે આ તમારી નોકરી છે, આ જુનૂન છે અને તેને મેળવવાનું છે. કોઇ બીજાના મોઢે આ વાત સાંભળી અહેસાસ થયો કે ક્રિકેટ જ મારી જિંદગી છે.