કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર હૈદરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2010માં વન-ડે મેચ દરમિયાન અચાનક લાપતા થયો હતો. તેના પર તેને ઉમર અકમલને તેનું કારણ જણાવ્યું હતું અને કહ્યું કે, મેચ હારવા પર હું તૈયાર ન થતા ઉમરે મને ઘમકી આપી હતી.
જુલ્કરનૈનએ દાવો કર્યો કે, તેમને દુબઇમાં ટીમ હોટલ છોડીને અચાનક લંડન જવા મજબૂર થવુ પડ્યું હતું. કારણ કે, તેમને ઉમર અને બાકીના ખેલાડીઓ દ્વારા ધમકીના લેટર મળી રહ્યા હતા.
વધુમાં કહ્યું કે, મને યાદ છે કે મે તેને કહ્યું કે, તું તારૂ કામ કરતો રહે અને ડિંક્સનું કામ ચાલુ રાખ... પછી ઉમર અને બાકીના ખેલાડીઓએ મને સીધી આપવાની શરૂ કરી હતી. મને એટલો પરેશાન કર્યો કે હું લંડન ભાગવા પર મજબૂર થયો હતો.
ત્યારબાદ નવેમ્બર 2010માં આ ઘટના બાદ જુલ્કરનૈનનું ક્રિકેટ કરિયર પૂર્ણ થયું હતું, અને તેણે ઉમર પર સ્પોર્ટફિક્સિંગના કારણે ત્રણ વર્ષનો પ્રતિબંધ બહુ ઓછો છે. તેના પર આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવવી જોઇએ.