મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ગુરુવારે કહ્યું કે જ્યારે તે યુવાન હતાં ત્યારે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી વિવ રિચર્ડ બેટિંગ માટે તેમના આઈકન હતા જ્યારે તેમના પિતા રમેશ તેંડુલકર તેમની અસલ જીંદગીના આઈકન હતાં.
તેંડુલકરે કહ્યું કે, 'મારા નાયક, હું કહીશ કે જ્યારે હું ક્રિકેટ રમતો હતો ત્યારે અને યુવાન હતો ત્યારે હું ક્રિકેટર બનીને મારા દેશ માટે આગળ વધવા માંગતો હતો. મારી પાસે બે નાયકો હતા - એક આપણા સુનીલ ગાવસ્કર, જે ઘણા વર્ષોથી ભારતમાં રમ્યા અને શાનદાર પ્રદર્શન કર્યું - તે મારા બેટિંગ હીરો હતા. "
આ સાથે તેમણે વેસ્ટઈન્ડિઝ મહાન ખેલાડી વિવ રિચર્ડને પણ તેમના બેટિંગ હિરો ગણાવતાં કહ્યું કે જ્યારે હું ક્રિકેટ રમતો હતો ત્યારે આ બંને લોકો મારા બેટિંગ હીરો હતાં. પરંતુ સામાન્ય અને અસલ જીંદગીમાં મારા પિતા રમેશ તેંડુલકર મારા હીરો છે. તે ખુબ સરળ અને શાંત હતા, તેમનો વ્યવહાર ખુબ જ સારો હતો. મારુ સપનું છે કે હું તેમના જેવો બનું.
પોતાના પિતાની પ્રશંસા કરતા સચિને કહ્યું કે, 'હું કહીશ કે મારા પિતા મારી જીંદગીના હીરો હતા.'