દુબઇ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે U-19 વર્લ્ડકપ માટે ત્રણ ભારતીય ખેલાડીને સામેલ કર્યા છે. ભારતે રવિવારે દક્ષિણ આફ્રિકાના પોચેક્સ્ટ્રમમાં રમાઇ રહેલી U-19 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત સામે બાંગ્લાદેશને ત્રણ વિકેટ સાથે મળેલી જીત બાદ ભારતને વર્લ્ડકપ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશ સૌપ્રથમ વાર ચેમ્પિયન બન્યુ હતું.
આ ત્રણ ભારતીય ખેલાડીને કર્યા સામેલ
આઇસીસીએ ત્રણ ભારતીય ખેલાડીને U-19 ટીમમાં સામેલ કર્યા છે. જેમાં બેટ્સમેન યશસ્વી જયશ્વાલ, લેગ સ્પિનર રવિ બિશ્નોઇ અને ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી સામેલ છે. કોમેન્ટેટર ઇયાન બિશપ, રોહન ગાવસ્કર અને નટાલી જર્માનોસ સહિત એક ક્રિકેટર વેબસાઇટ સંવાદદાતા શાહ અને આઇસીસી રિપ્રેજેંટેટિવ મેરી ગૈડબીરની પેનલે આ ત્રણ ખેલાડીઓને પસંદ કર્યા છે.