- ફખર ઝમાંએ દ.આફ્રિકા સામે રમી શાનદાર ઈનિંગ
- ફખર ઝમાંએ તોડ્યા અનેક રેકોર્ડ
- એળે ગઈ ફખર ઝમાંની 193 રનની ઈનિંગ, દક્ષિણ આફ્રિકાએ 17 રને જીતી મેચ
હૈદરાબાદ: રવિવારના રોજ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે જોહાનિસબર્ગના મેદાન પર ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી, જેને યજમાન ટીમે 17 રને જીતીને પોતાને નામ કરી હતી. સાઉથ આફ્રિકાએ ભલે મેચ જીતી હોય પરંતુ પાકિસ્તાનની ટીમનો ઓપનર ફખર ઝમાં બધાના દિલ જીતી લેવામાં સફળ રહ્યો હતો.
ફખર ઝમાંની 193 રનની શાનદાર ઇનિંગ
મેચમાં 342 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ફખર ઝમાંએ 193 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સમાં તેણે 18 ચોગ્ગા અને 10 છગ્ગા પણ લગાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે, ફખર પાકિસ્તાનને જીતાડવામાં સફળ થશે પરંતુ તે થઈ શક્યું નહીં અને આ રોમાંચક મેચમાં આફ્રિકન ટીમે પાકિસ્તાનને 17 રને હરાવી દીધું.
આ પણ વાંચો: ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં દર્શકોને એન્ટ્રી નહિ
એળે ગઈ ફખર ઝમાંની 193 રનની ઈનિંગ, દક્ષિણ આફ્રિકાએ 17 રને જીતી મેચ
193 રનની તેની ઇનિંગ દરમિયાન ફખર ઝમાંને અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ફખર વનડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમનારો ખેલાડી બન્યો છે. તેમના પહેલાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના શેન વોટસનના નામે નોંધાયો હતો. વોટસને 2011 માં બાંગ્લાદેશ સામે 185 રન બનાવ્યા હતા.
વનડે ક્રિકેટમાં રન ચેઝ કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમવારો ખેલાડીઓ
- ફખર ઝમાં (193/ દક્ષિણ આફ્રિકા), 2021
- શેન વોટ્સન (185/ બાંગ્લાદેશ), 2011
- મહેન્દ્રસિંહ ધોની (183/ શ્રીલંકા), 2005
- વિરાટ કોહલી (183/ પાકિસ્તાન), 2013
ફખર ઝમાં વાન્ડરર્સના ગ્રાઉન્ડ પર સૌથી વધુ ઇનિંગ્સ રમનારો ખેલાડી પણ બની ગયો છે. તેમના પહેલાં આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સ (177)ના નામે નોંધાયો હતો.
આ પણ વાંચો: લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી
પાકિસ્તાનનો પ્રથમ એવો ખેલાડી જેને વનડેમાં 150+ ઇનિંગ્સ રમી હોય
પાકિસ્તાનનો પહેલો એવો ખેલાડી પણ ફખર બન્યો છે જેણે વનડે ક્રિકેટમાં બે વાર 150+ ઇનિંગ્સ રમી હોય. વર્ષ 2018ની શરૂઆતમાં તેણે ઝિમ્બાબ્વે સામે અણનમ (210) રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટી વનડે ઈનિંગ રમનાર ખેલાડીઓ
- ફખર ઝમાં (193)
- ફાફ ડુ પ્લેસિસ (185)
- ક્વિન્ટન ડી કોક (178)
- એબી ડીવિલિયર્સ (176)
વન ડે ક્રિકેટમાં સૌથી મોટા સ્કોર પર રન આઉટ થયાના મામલામાં પણ ફખરનું નામ પ્રથમ આવ્યું છે.
વન ડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (જેમનો દાવ રન આઉટના કારણે સમાપ્ત થઈ)
- ફખર ઝમાં (193/ દક્ષિણ આફ્રિકા), 2021
- ડેવિડ વોર્નર (173/ દક્ષિણ આફ્રિકા), 2016
- ઇવિન લુઈસ (148/ શ્રીલંકા), 2016
- કેવિન ઓ'બ્રાયન (142/ કેન્યા), 2007
- સચિન તેંડુલકર (137/ શ્રીલંકા), 1996
દક્ષિણ આફ્રિકા સામે સૌથી મોટો વનડે સ્કોર બનાવનાર ખેલાડી:
- સચિન તેંડુલકર (200) ગ્વાલિયર, 2010
- ફખર ઝમન (193) જોહાન્સબર્ગ, 2021
- માર્ટિન ગુપ્ટિલ (180) હૈમિલ્ટન, 2017
- ડેવિડ વોર્નર (173) કેપટાઉન, 2016
ફખર ઝમાં દુનિયાના પ્રથમ એવા બેટ્સમેન બની ગયા છે જેઓએ વન ડે ક્રિકેટની પહેલી અને બીજી ઇનિંગમાં 190+ નો સ્કોર બનાવ્યો હોય.
- પ્રથમ ઇનિંગ્સ - 210/ ઝિમ્બાબ્વે
- બીજી ઇનિંગ્સ - 193/ દક્ષિણ આફ્રિકા
-અખિલ ગુપ્તા