લંડન: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ખુલાસો કર્યો છે કે, તે ઓનલાઇન વંશિય શોષણનો શિકાર બન્યો હતો. આર્ચરે જણાવ્યું કે સાઉથેમ્પટનમાં વિન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ બાયો સિક્યોરના નિયમનું ઉલ્લંઘન કર્યુ હતું. જેના પગલે તેને સેલ્ફ આઇસોલેશનમાં જવું પડ્યું હતું જેમાં તે ઓનલાઇન વંશિય શોષણનો શિકાર બન્યો હતો.
આર્ચરને મેનચેસ્ટરમાં બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કારણ કે, તેને સાઉથેમ્પટનમાં ટેસ્ટ બાદ બાયો સિક્યોર પ્રોટોકોલ તોડ્યા હતા. ત્યારબાદ તેને 5 દિવસ માટે તેને સેલ્ફ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યો હતો.
આર્ચરે એક પ્રાઇવેટ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં, મે ઘણા સોશિયલ મીડિયા પ્રોફાઇલને અનફોલો અને મ્યુટ કરી દીધા છે. હું સોશિયલ મીડિયાથી દુર જવા માગુ છું. હું સોશિલય મીડિયા પર પરત ફરીશ નહીં. તમે બે વિકેટ હાંસિલ કરો ત્યારે તમામ તમારી સાથે હોય છે. આ એક ફેક દુનિયા છે જેમાં અમે રહીએ છીએ.’
છેલ્લા કેટલાક દિવસોમાં મેં ઇન્સ્ટાગ્રામ પર વંશિય ટીપ્પણીનો સામનો કર્યો છે અને હવે મે નિર્ણય કર્યો છે કે હવે ટિપ્પણીનો સામનો હું વધુ નહી કરીશ.