ગરીબીના કારણે શેફાલી ફાટેલા ગ્લબ્સ પોતાની કિટમાં સતાડીને પહેરતી હતી. જેથી બીજા ખેલાડીઓને ખબર ન પડે કે, ગ્લબ્સ ફાટેલા છે.
પોતાની ધમાકેદાર ઈનિંગના કારણે શેફાલી વર્માની પંસદગી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર T-20 વિશ્વકપમાં પંસદગી થઇ છે. આ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે.
શેફાલી વર્માના પિતા સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, શેફાલી ગ્લબ્સ એટલા માટે નહોતી બતાવતી, બીજા ખેલાડીઓ તેની મજાક ન ઉડાવે. શિફેલી વર્માના પિતા સંજીવ વર્મા કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે મારી પાસે ફક્ત 280 રૂપિયા હતા. આ સમયે શેફાલીએ નવા બેટ કે, ગ્લબ્સની માંગણી નહોતી કરી. શેફાલી વર્માની માતા પ્રવિણાનું કહેવું છે કે, દિકરી વિશ્વકપમાં પંસદગી થઇ છે, તે સારી વાત છે. શેફાલી સારુ પ્રદર્શન કરશે.