હૈદરાબાદ : 23 ડિસેમ્બર 2004, આ એ તારીખ છે જ્યારે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. બાંગ્લાદેશ વિરૂદ્ધ ડેબ્યૂ રમ્યા પહેલા ધોનીએ ઇન્ડિયા A માટે સારૂ પ્રદર્શન કર્યુ હતુ અને તે સિરીઝ ઝિમ્બાબ્વેમાં રમાઇ હતી. તે સિરીઝમાં ધોનીને ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન તાઇબુએ પણ રમતા જોયો હતો.
આ તકે તાઇબુએ સિરીઝને યાદ કરતા મોટી વાત કહી છે. તેઓએ કહ્યું કે, જ્યારે ધોનીને પ્રથમ વાર જોયો તો તે દિનેશ કાર્તિક કરતા વિકેટકીપર અને બેટ્સેમેનમાં નબળો લાગતો હતા.