ગાંગુલી આ પદ માટે ઉમેદવારી નોંધાવનાર એકમાત્ર ઉમેદવાર હતાં. તેઓને અધ્યક્ષ પદ માટે નિર્વિરોધ પસંદ કરવામાં આવ્યા છે.
BCCI અધ્યક્ષની ભૂમિકા...
- BCCI અધ્યક્ષનું કામ ઉચ્ચ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરવાનું હોય છે. તેના સિવાય બધા ઓડિટ થયેલ ખાતાઓમાં સહી કરવી એ બોર્ડમાં ત્રણ લોકોનું કામ છે, જેમાંથી અધ્યક્ષ પણ એક છે. બોર્ડની તમામ આર્થિક બાબતો પર નજર રાખવી.
- ભારતમાં ક્રિકેટના રમતની ગુણવત્તા અને ધોરણોને નિયંત્રિત કરવું.
- ક્રિકેટને લગતી તમામ બાબતોમાં નીતિઓ, રોડમેપ તેમજ માર્ગદર્શિકા બનાવવી
- નિયમ તેમજ કાનુન બનાવવા અને તેમાં પરીવર્તન તેમજ રિસર્ચ કરવું
- રમતની પારદર્શિત જવાબદારી તેમજ અખંડિતતાની જવાબદારી
- રમત-ગમતના વિકાસ માટે જરૂરી પગલાં લેવા. આ સાથે ક્રિકેટના હિત માટે કોચિંગની યોજનાઓનું આયોજન કરવું અને કોચિંગ એકેડેમીની સ્થાપના કરવી
- ક્રિકેટમાં રમતની ભાવના અને અનુભવિ લોકોની ભરતી કરવી
- ટીમના અધિકારીઓ, અમ્પાયરો અને સંચાલકોમાં પારદર્શિતા લાગુ કરવી
- ડોપિંગ, ઉંમરની છેતરપિંડી, જાતીય સતામણી, અસમાનતા અને ભેદભાવ વગેરે જેવી બાબતો પર પ્રતિબંધ મૂકવો
- ટીમના પ્રવાસની વ્યવસ્થા અને નિયંત્રણ કરવું
દેશના સફળ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'આ કંઈક સારુ કરવા માટેની તક છે કારણ કે હું એક એવા સમયે બોર્ડની કમાન સંભાળી રહ્યો છું જ્યારે બોર્ડની છબી ખરડાયેલી છે'
ગાંગુલીએ તેમની યોજનાને સ્પષ્ટ કરતા કહ્યું કે, 'સૌપ્રથમ હું બધા સાથે વાત કરીશ પછી જ કંઈક નિર્ણય લઈશ. મારી પ્રાથમિકતા પ્રથમ શ્રેણીના ક્રિકેટરોને પ્રાધાન્ય આપવાની રહેશે. હું 3 વર્ષથી COA સાથે પણ વાત કરતો આવ્યો છું. પરંતુ, તેઓએ સાંભળ્યું નહીં. સૌ પ્રથમ હું પ્રથમ શ્રેણીના ક્રિકેટરોની આર્થિક સ્થિતિને ઠીક કરીશ'