ICC એન્જેલો મૈથ્યૂજા અણનમ 83 અર્ધથતકથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડની ટીમને 233 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 232 રન કર્યા છે. અવિકા ફર્નાડો 49 અને કુશલ મેન્ડિસે 46 રન કર્યા છે.
ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 વિકેટ જ્યારે આદિલ રશિદે 2 વિકેટ ઝડપી છે.બંને ટીમોનો આ છઠ્ઠો મુકાબલો છે. પરંતુ પ્રદર્શનમાં જમીન-આસમાનનું અંતર રહેલું છે. ઈંગ્લેન્ડે કુલ 5 માંચ મેચ માંથી 4 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 1 હાર અને 1 મેચમાં જીત મેળવી છે. જ્યારે 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી.
ઇંગ્લેન્ડની ટીમ 8 અંક સાથે 10 ટીમના ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે શ્રીલંકા 4 ટીમની સાથે છઠ્ઠા સ્થાન પર છે.
સંભવિત ટીમ :
ઇંગ્લેન્ડ: જેમ્સ રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મૉર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વૉક્સ, આદિલ રાશિદ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, માર્ક વૂડ
શ્રીલંકા: દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), કુશલ પરેરા , અવિકા ફર્નાડો, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, જીવન મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, થિસારા પરેરા, નુવાન પ્રદીપ, લસિથ મલિંગા.