લંડન: ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના ટુર્નામેન્ટ ડિરેક્ટર સ્ટીવ એલવર્ડીએ કહ્યું છે કે, આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે જૈવિક સુરક્ષિત બંદોબસ્ત, કોરોના વાઇરસ રોગચાળા દ્વારા સર્જાયેલી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકશે.
ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 મી જુલાઈથી સુરક્ષિત વાતાવરણમાં હોમ સિરીઝ રમવાની છે. 25 સભ્યોની વેસ્ટ ઇન્ડીઝની ટીમ આવતા મંગળવારે ચાર્ટર્ડ ફ્લાઇટથી અહીં આવશે.
એલવર્ડી એ કહ્યું, "અમે એવી તૈયારી કરી છે કે, ખૂબ જ ગંભીર સંજોગોમાં પણ સલામતીનો કોઈ ખતરો રહેશે નહીં. અમે ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ યોજનાઓ બનાવી છે."
મહેમાન ટીમે ઓલ્ડ ટ્રેફોર્ડમાં ત્રણ અઠવાડિયા સુધી અલગ રહેવું પડશે. એલવર્ડીએ એમ પણ કહ્યું હતું કે, આઇસીસી કોઇ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવે તો તેના સ્થાને બીજા ખેલાડીને રાખવાની મંજૂરી આપવા પર પણ વિચાર કરી રહ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝના 3 ખેલાડીઓ ડેરેન બ્રાવો, શિમરોન હેટ્મિયર અને કીમો પોલે આવતા મહિને ઇંગ્લેન્ડમાં 3 ટેસ્ટ મેચ માટે ત્યા જવાનો ઇનકાર કરી દીધો છે. આ ત્રણેય ખેલાડીઓ કેન્દ્રિય રીતે કરાર કરનારા ખેલાડીઓ છે, પરંતુ તેઓએ તેમ છતાં ઇંગ્લેન્ડ પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (સીડબ્લ્યુઆઈ) એ શ્રેણી માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી છે અને જો આ શ્રેણીને યુકે સરકારની અંતિમ મંજૂરી મળે છે, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી એકવાર શરૂ થશે.
શ્રેણીની પ્રથમ ટેસ્ટ 8 જુલાઇથી હેમ્પશાયરના એગિયાસ બાઉલમાં રમાશે અને બાકીની બે ટેસ્ટ લન્કશાયરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડમાં યોજાશે, જ્યાં સ્ટેડિયમમાં જ હોટલ છે.
ઓલ્ડ ટ્રેફોર્ડ 16 થી 20 જૂન અને 24 થી 28 જૂન સુધીમાં બે ટેસ્ટનું આયોજન કરશે. ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન એનક્રુમાહ બોનર અને ઝડપી બોલર કેમર હોલ્ડરના રૂપમાં બે નવા ચહેરા સામેલ છે.
25 સભ્યોની કેરેબિયન ટીમ 8 મી જુલાઈથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે આવતા મંગળવારે ઇંગ્લેન્ડ આવશે.