નવી દિલ્હી : ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ મંગળવારે ખેલાડીઓને મેચમાં સ્માર્ટવોચ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ECBએ આ નિર્ણય ભ્રષ્ટાચાર વિરોધી નિયમોને કડક બનાવવા કર્યો છે.
બોર્ડે આ પહેલા ખેલાડીઓને મેદાન પર સ્માર્ટ વોચ પહેરવાની પરવાનગી આપી હતી.

એક ખાનગી વેબ સાઇટના રિપોર્ટ મુજબ ECBએ કહ્યું કે, 'કાઉંટીની કેટલીક મેચમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે તેથી નિયમોને કડક કરવામાં આવી રહ્યા છે. ટીવી પર પ્રસારીત થનારી મેચમાં મેદાનમાં ખેલાડીઓને સ્માર્ટ વોચ પહેરવા પર રોક લગાવી છે. જો મેચનું સીધુ પ્રસારણ ન થાય તો તે ડ્રેસિંગ રૂમ, બાલકની અને ડગઆઉટ જેવી જગ્યાઓ પર તેનો ઉપયોગ કરી શકે છે.

મહત્વનું છે કે, વધારે પડતી મેચની લાઇવ સ્ટ્રીમિંગના કારણે ECBએ આ નિર્ણય લીધો છે. ECBને આશા છે કે, આ નિયમને કારણે ખેલાડીઓ પર સવાલ નહી ઉઠે. EVBના પ્રવક્તાએ કહ્યું, 'અમે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો અને PMOAની વાર્ષિક આધાર પર સમીક્ષા કરી જેથી તે મુશ્કેલીના સમયમાં ઉપસ્થિત રહી શકે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક વર્ષ પહેલા સ્માર્ટ વોચ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ 2018માં લોર્ડસ ટેસ્ટ સમયે પાકિસ્તાનના અસદ શફીક અને હસન અલીને સ્માર્ટ વોચ દૂર કરવા કહ્યું હતું.