ETV Bharat / sports

કોવિડ-19ના કારણે ખેલાડીઓના કરારની યાદી એક મહિના પછી જાહેર કરશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા - T20 World Cup

કોરોના વાઈરસને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર કરનારા ખેલાડીઓની યાદી એક મહીનો મોડી જાહેર કરશે.

etv bharat
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
author img

By

Published : Mar 29, 2020, 11:27 PM IST

મેલબર્નઃ ઝડપથી ફેલાઈ રહેલા કોવિડ-19ના વાઇરસને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કરારબદ્ધ ખેલાડીઓની યાદી એક મહિનો મોડી જાહેર કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના અખબારના જણાવ્યા મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વર્ષે મેની જગ્યાએ એપ્રિલમાં કરાર કરનારા ખેલાડીઓની યાદી જાહેર કરવા ઈચ્છતુ હતું. પરંતુ હવે આ યોજના એપ્રિલના અંત સુધી મુલતવી રાખવામાં આવી છે. કારણકે આ મહામારીથી આર્થિક અનિશ્ચિતતા ઉત્પન્ન થઇ છે.

રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસીએશન પણ આ પગલાથી સહમત છે. કોરાના વાઇરસને કારણે ઓસ્ટ્રેલિયાનો જુલાઇમાં બાંગલાદેશના પ્રવાસ પર તેમજ ઇંગ્લેન્ડના પ્રવાસ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. તેમજ ટી-20 વલ્ડકપ અને ભારત સામેની શ્રેણી પણ જોખમમાં છે. ટી-20 વલ્ડકપ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. જ્યારે ભારતીય ટીમને ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે, અને ત્રણ ટી-20 મેચ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. પરંતુ કોરોનાને કારણે આ સીરીઝ અને ટી-20 વલ્ડકપ બંન્ને ખતરામાં છે. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાની સરકારે તેની સરહદને છ મહીના સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેની સીધી અસર ટી-20 વલ્ડ કપ પર અને ભારત સામેની શ્રેણી પર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.