જોહાનિસબર્ગ: ચાલું વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ કોરોના વાઇરસ રોગચાળાને કારણે હવે ક્રિકેટ રમવી જોખમમાં છે. આ અંગે ડુ પ્લેસીસે સૂચન આપ્યું છે કે, ટી 20 વર્લ્ડ કપ પહેલા બે અઠવાડિયા અને વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી બે અઠવાડિયા સુધી તમામ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે.
એક વેબસાઇટના અહેવાલ મુજબ, ડુ પ્લેસીસે ફેસબુક પર લાઇવ ચેટ દરમિયાન બાંગ્લાદેશના બેટ્સમેન તમિમ ઇકબાલને કહ્યું હતું કે, "મને ખાતરી નથી કે અન્ય દેશની મુસાફરી કરવી ઘણા દેશો માટે એક મોટો મુદ્દો બનશે, પરંતુ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આવું શક્ય લાગતું નથી.
ડુ પ્લેસીસે કહ્યું કે, "જો કે, ઓસ્ટ્રેલિયાને કોરોનામાં અસર અન્ય દેશો કરતા ઓછી છે. પણ બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ભારત માટે આ મુશ્કેલ સમય છે, ત્યાં લોકો પર વધારે જોખમ છે, જેથી દેખીતી રીતે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે રમવું હોય તો ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં અને ટૂર્નામેન્ટ પુરી થાય બાદ બે-બે અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું જોઈએ. આવી રાતે જ વર્લ્ડકપ શક્ય છે.
ડુ પ્લેસીસે કહ્યું કે, મને ખબર નથી કે દક્ષિણ આફ્રિકા ક્યારે હવાઈ સફરમાંથી પ્રતિબંધ હટાવશે, કારણ કે આપણે જૂના દિવસોની જેમ દરિયાની બોટમાં વિદેશ ન જઇ શકીએ.
મહત્વનું છે કે, 35 વર્ષીય ડુ પ્લેસીસે ચાલું વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપથી રાજીનામું આપ્યું હતું. આ અંગે પ્લેસીસે કહ્યું હતું કે, મેં સંપૂર્ણ રીતે કેપ્ટનશીપને માણી છે. હું સ્વભાવિક કેપ્ટન છું. મને કેપ્ટનશીપ કરવી ગમે છે. મેં 13 વર્ષની ઉંમરેથી કેપ્ટનશીપ કરી છે. એક ખેલાડી પહેલા હું હજી પણ મારી જાતને કેપ્ટન માનું છું, જેથી મેં આ ક્ષણો વધુ માણી છે.