નવી દિલ્હી: ઇરફાને ટ્વિટર પર કહ્યું કે, જાતિવાદ ફક્ત તમારી ત્વચાના રંગ સુધી મર્યાદિત નથી. જો તમારો વિશ્વાસ અલગ હોય અને તેના કારણે તમને સમાજમાં ઘર નથી મળતું, તો તે પણ જાતિવાદ છે.
ભારત માટે 120 વન ડે અને 29 ટેસ્ટ મેચ રમનારા ઇરફાનની આ પોસ્ટ માટે ઘણી પ્રશંસા થઇ રહી છે.
અમેરિકાના મિનોપોલિસ શહેરમાં પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા જ્યોર્જ ફ્લોયડના મોત બાદ દુનિયામાં જાતિવાદ અંગેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
જાતિવાદની ઘટનાથી રમતનું મેદાન પણ બાકાત રહ્યું નથી. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ તાજેતરમાં કહ્યું હતું કે, IPLમાં તેમને કાલુના નામથી બોલાવવામાં આવતા હતા.