BCCIના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની રમશે કે નહી એ ખબર નહી, પરંતુ 2021ની IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમ દ્વારા તેમને ટિમમાં રાખવામાં આવશે. જો કે ધોનીના ક્રિકેટમાંથી સન્યાસ લેવાની અફવાઓ ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે શ્રીનિવાસને સ્પષ્ટ કર્યુ છે કે, ધોની ફ્રેન્ચાઈજી માટે રમવાનું ચાલુ રાખશે.
એક ઈવેન્ટ દરમિયાન શ્રીનિવાસને કહ્યું કે, "લોકો કહે છે કે, તે ક્યારે સન્યાસ લેશે, તેઓ ક્યાં સુધી અને કેટલા સમય સુધી રમશે. હું તમને વિશ્વાસ આપું છે કે તે આ વર્ષે રમશે. આ વર્ષે તે IPLમાં રમશે. 2021ની હરાજીમાં તેમને રિટેન કરવામાં આવશે."
ધોનીને તાજેતરમાં ઝારખંડ ટીમ સાથે નેટ પર ટ્રેનિંગ અને બેટિંગ કરતા જોવા મળ્યા હતા. તે કેન્દ્રીય કરારની એ કેટેગરીમાં હતા. જેમાં એક ખેલાડીને વાર્ષિક રિટેનરશિપ તરીકે પાંચ કરોડ રૂપિયા મળે છે.
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટના નામાંકિત મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમનું નેતૃત્વ કરી દેશને બે વિશ્વ ખિતાબ અપાવ્યાં છે. આ મહાન ખેલાડીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ, 350 વન ડે અને 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યાં છે અને 17,000થી વધારે રન બનાવ્યાં છે.